
અમદાવાદઃ પવનોની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. અમરેલીમાં સૌથી ઓછું તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું છે. 4 ડિસેમ્બર સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જે બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. અમરેલીમાં સૌથી ઓછું તાપમાન 16.8 ડિગ્રી નોંધાયું હતું
ક્યાં કેટલું નોંધાયું તાપમાન
જ્યારે અમદાવાદમાં 19.4, ગાંધીનગરમાં 18.6 ડિગ્રી, વડોદરામાં 16.3 ડિગ્રી, ડીસામાં 19.3 ડિગ્રી, સુરતમાં 19.9 ડિગ્રી, દમણમાં 20.6 ડિગ્રી, ભુજમાં 17.4 ડિગ્રી, કંડલામાં 17.5 ડિગ્રી, રાજકોટમાં 17.2 ડિગ્રી, દીવમાં 19.2 ડિગ્રી, મહુવામાં 17.6 ડિગ્રી, કેશોદમાં 17.0 ડિગ્રી, પોરબંદરમાં 18.1, સુરેન્દ્રનગરમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી હતી. જે બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે.
જાણીતા હવામાન નિષ્ણાતના મતે રાજ્યમાં 4 થી 8 ડિસેમ્બર વચ્ચે એક નબળો પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. 5 થી 10 ડિસેમ્બરમાં ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે. 18 થી 24 ડિસેમ્બર એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને બંગાળના ઉપસાગરમાં આ આરસામાં એક ડિપ્રેશન બનતા તેની ભેજની અસરના કારણે અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાત, પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, ગાંધીનગરના ભાગોમાં કાતિલ ઠંડી આવી શકે છે. કોઈક કોઈક ભાગમાં તાપમાન 12 થી 13 ડિગ્રી થઈ શકે છે. કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાઈ શકે છે. માવઠાને લઈને કેટલા પાકો પર વિપરીત અસર થઈ શકે છે. તુવેર અને કપાસ જેવા પાકોમાં ઈયળનો ઉપદ્રવ જોવા મળી શકે છે.
આ પણ વાંચો…ગુજરાતમાં ગરમીનો પારો ઊંચકાયો: ઠંડી ગાયબ, રાજકોટ-સુરત 33 ડિગ્રી સાથે સૌથી ગરમ



