9 સિટી ઈજનેરને નવી નવ મહાનગરપાલિકાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો…

અમદાવાદઃ ગુજરાતમાં 1 જાન્યુઆરી, 205ના રોજ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં એક સાથે નવી 9 મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી હતી.
રાજ્ય સરકારે વર્ષ 2024-25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણ, મોરબી, પોરબંદર-છાયા અને ગાંધીધામ એમ કુલ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – 2025નો પ્રારંભ
આમ નવા વર્ષમાં નવા જિલ્લાને મંજૂરી મળી હતી. 9 જિલ્લાને મંજૂરી મળ્યા બાદ 9 મનપા મ્યુનિસિપલ કમિશ્નરની પણ નિમણૂક કરવામાં આવી હતી.
જે બાદ 9 સિટી ઈજનેરને નવી મહાનગરપાલિકાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. મનિષ પટેલને સિટી ઈજનેર નવસારી , પ્રવિણસિંહ મારવાડાને ગાંધીધામ, હિતેન્દ્ર આદ્રોજાને મોરબી, જે કે પટેલને વાપી, જીગર પટેલને આણંદ, વિપુલ વાઘેલાને મહેસાણા, કલ્પેશ ચૌહાણને સુરેન્દ્રનગર, ભરત ચાવજાને નડિયાદ તથા જયદીપ રાણાને પોરબંદર મહાનગરપાલિકાનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.