નવજાતની ત્વચાના રંગ પર નક્કી થાય છે તેની કિંમત, બાળ તસ્કરોને પકડતા ચોંકાવનારી વિગતો આવી બહાર

અમદાવાદઃ ગુજરાત પોલીસે તાજેતરમાં પકડેલા બાળ તસ્કરી સાથે જોડાયેલા ગુનેગારો દ્વારા અમુક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે નવજાત ગોરી ચામડીનું છે કે શ્યામવર્ણ તે જોયા બાદ તેની કિંમત નક્કી થાય છે. જો બાળક રૂપાળું હોય તો રૂ. 6-7 લાખમાં વેચાય છે અને ત્વચા કાળી હોય તો 2થી 3 લાખ રૂપિયા મળે છે. આવી જ રીતે છોકરો હોય તો 2થી 5 લાખ મળી રહે છે જ્યારે જો છોકરી હોય તો 1થી 1.5 લાખ મળે છે.
Pune – Mumbai express way..
— Rahul (@RahulJ_speaks) February 3, 2026
3 hrs 20 min to travel 94 km
#expressway pic.twitter.com/BKVLsbiKbg
૨૯ જાન્યુઆરીના રોજ હિંમતનગરથી હૈદરાબાદ લઈ જવામાં આવી રહેલા નવજાત શિશુને બચાવી લેવાના ઓપરેશન બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસ દ્વારા ગુજરાત-તેલંગાણા રેકેટનો પર્દાફાશ થયો હતો. પોલીસે અમદાવાદ એરપોર્ટ નજીક એક કાર અટકાવી અને ચાર આરોપી વંદના પંચાલ, સુમિત યાદવ, મૌલિક દવે અને રોશન અગ્રવાલને પકડી પાડ્યા હતા.
અધિકારીઓને શંકા છે કે બનાસકાંઠા અને વાવ-થરાદ પટ્ટાના ઓછામાં ઓછા 10 બાળકને હૈદરાબાદમાં નિઃસંતાન યુગલોને વેચવામાં આવ્યા હતા આ ગેંગ દ્વારા સંવેદનશીલ આદિવાસી વિસ્તારોને નિશાન બનાવવામાં આવે છે. તપાસ હવે પૈસા, એજન્ટોની ભૂમિકા અને આઈવીએફ સાથે જોડાયેલા સંપર્કો પર કેન્દ્રિત છે. બીએનએસ અને જુવેનિલ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
તાજેતરમાં મળેલા નવજાતને સારવાર માટે હૉસ્પિટલમાં રાખવામાં આવ્યું છે. તેના માતા-પિતાને શોધવાની કોશિશ થઈ રહી છે, પરંતુ પોલીસને હજુ સુધી ખાસ સફળતા મળી નથી. તપાસ કરતા અધિકારીના જણાવ્યા અનુસાર અમુક કેસમાં માતા-પિતાને સંતાન જોઈતું ન હોવાથી તેઓ વેચી દ છે તો અમુક કેસમાં માતા-પિતાના અવસાન બાદ સંબંધીઓ પણ બાળક વેચી દેતા હોય છે. જ્યારે બીજી બાજુ આ પ્રકારે બાળ તસ્કરી કરતી ગેંગ આઈવીએફ સેન્ટર પર નજર રાખી, સંતાનો ઈચ્છતા માતા-પિતાના સંપર્કમાં આવે છે. માતા-પિતા મોટેભાગે છોકરો પસંદ કરે છે અને તે પણ રૂપાળો અને દેખાવડો હોય તેવી તેમની અપેક્ષા હોય છે.
આપણ વાંચો: AMCમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા



