ધર્મસ્થાનમાં જ અધર્મ, અમદાવાદમાં મસ્જિદમાં 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય…

અમદાવાદઃ શહેરના જમાલપુરમાં મસ્જિદની અંદર 8 વર્ષના બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. જેના પગલે આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.જમાલપુરની એક મસ્જિદમાં નૌમાન શેખ નામનો યુવક નમાજ પઢવા માટે આવ્યો હતો. આ જ સમયે કેટલાક સ્થાનિક બાળકો પણ ત્યાં હાજર હતા. નૌમાનની નજર એક 8 વર્ષના માસૂમ બાળક પર પડી હતી.
તેણે બાળક સાથે વાતચીત કરી તેને વિશ્વાસમાં લીધો અને લાલચ આપીને મસ્જિદના ધાબા પર લઈ ગયો હતો. ધાબા પર કોઈની અવરજવર ન હોવાનો લાભ ઉઠાવી નૌમાને માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. આ અધમ કૃત્ય બાદ આરોપીએ બાળકને નીચે મોકલી દીધો હતો અને પોતે પણ પાછળથી નીચે ઉતરી ગયો હતો
બાળકે ઘરે જઈ પરિવારજનોને સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો હતો. જેના કારણે તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જે બાદ પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસને તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા હતા. ફૂટેજમાં આરોપી નૌમાન બાળકને પટાવી-ફોસવાલીને ધાબા પર લઈ જતો હતો અને ત્યારબાદ પરત આવતો જોવા મળ્યો હતો. બાળકને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે આરોપીએ અગાઉ પણ કોઈ બાળક સાથે આવું કૃત્ય કર્યું છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી હતી.



