દેશમાં બાળ લગ્નના કેસ ઘટવાને બદલે વધ્યા! આ રાજ્યમાં નોંધાયા સૌથી વધુ કેસ

નવી દિલ્હી: ભારતમાં બાળ લગ્નએ મોટું સામાજિક દુષણ રહ્યું છે, કડક કાયદાકીય જોગવાઈઓ અને લોક જાગૃતિ માટેના અભિયાનો છતાં બાળ લગ્નની કુપ્રથાને સંપૂર્ણ નાબુદ કરી શકાઈ (Child Marriage in India) નથી. તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં આપવામાં આવેલા આંકડામાં ચોંકાવનારી હકીકત જાણવા મળી છે.
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ગઈ કાલે 12 માર્ચ, 2025ના રોજ એક અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ વર્ષ 2022 માં દેશભરમાં બાળ લગ્નના 999 કેસ નોંધાયા છે. અહેવાલ મુજબ પાંચ વર્ષ પહેલા વર્ષ 2018માં આ સંખ્યા 501 હતી. આમ પાંચ વર્ષમાં બાળલગ્નના કેસમાં વધારો નોંધાયો છે. જે ચોંકાવનારી બાબત છે. અહેવાલ અનુસાર 5 વર્ષમાં બાળ લગ્નના સૌથી વધુ કેસ કર્ણાટકમાં નોંધાયા છે.
Read This…સ્ટોક માર્કેટે વધાર્યો સ્ટ્રેસઃ હેલ્પલાઈન નંબર પર દર ત્રીજો કૉલ આવે છે ને કહે છે કે…
આ અહેવાલ મુજબ, વર્ષ 2022 માં, દેશમાં નોંધાયેલા બાળ લગ્નના કેસોમાંથી 21% કર્ણાટકમાં થયા હતા, 2022માં રાજ્યમાં 215 કેસ નોંધાયા હતાં. જ્યારે 2018 માં રાજ્યના બાળલગ્નના નોંધાયેલા કેસ 73 હતા, ત્યાર બાદ કેસોની સંખ્યામાં ધીમે ધીમે વધારો થયો હતો. 2021માં, બાળલગ્નના કેસ 273 સુધી પહોંચી ગયા. 2022માં, 2021ની સરખામણીમાં કેસોમાં નજીવો ઘટાડો થયો હતો.
વર્ષ 2022માં ભારતના રાજ્યોમાં નોંધાયેલા કેસ:
કર્ણાટક 215, આસામ 163, તમિલનાડુ 155, પશ્ચિમ બંગાળ 121, મહારાષ્ટ્ર 99, તેલંગાણા 53, ઓડિશા 46, હરિયાણા 37, આંધ્રપ્રદેશ 26, ઉત્તર પ્રદેશ 17, બિહાર 13, રાજસ્થાન 10, ગુજરાત 9, મધ્યપ્રદેશ 7, કેરળ 6, ઉત્તરાખંડ 6, ઝારખંડ 5, પંજાબ 4, હિમાચલ પ્રદેશ 4, ત્રિપુરા 2 અને મણિપુર 1.