અમદાવાદ

અમદાવાદમાં યુનિટી માર્ચનો મુખ્ય પ્રધાને બતાવી લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો

અમદાવાદ: લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના વર્ષની સમગ્ર રાષ્ટ્રમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત ‘સરદાર @150 યુનિટી માર્ચ’નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

‘એક ભારત, આત્મનિર્ભર ભારત’ના સંદેશને વધુ મજબૂત કરવાના હેતુથી આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડીયા વિધાનસભામાં આવતા આંબલી વિસ્તારના ખોડીયાર માતાના મંદિર ખાતેથી આ યુનિટી માર્ચનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્ય પ્રધાને સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને આ પદયાત્રાને લીલી ઝંડી આપી હતી.

આ યુનિટી માર્ચ ૩.૫ કિલોમીટરથી વધુ લાંબી રહેશે, જે ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારના અલગ અલગ માર્ગો પર ફરીને પૂર્ણ થશે. આ યુનિટી માર્ચમાં મોટી સંખ્યામાં નાગરિકો, મહાનુભાવો અને AMCના પદાધિકારીઓ તથા અધિકારીઓ જોડાયા હતા, જેઓએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશો આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ 9મી નવેમ્બરે યુનિટીમાર્ચના ભાગરૂપે યોજનારી રાજ્યવ્યાપી પદયાત્રાનો જૂનાગઢથી પ્રારંભ કરાવ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અવસરે આ યુનિટી માર્ચનું આયોજન રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જૂનાગઢ જિલ્લા વહીવટ તંત્રના ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

આપણ વાંચો:  સરકારી નોકરીની લાલચ: અમદાવાદમાં રાજ્યપાલની નકલી સહીવાળો લેટર આપી ₹7.50 લાખ ખંખેર્યા

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button