ઈસ્કોન બ્રિજ કેસના આરોપી તથ્ય પટેલ સામે ચાર્જ ફ્રેમ, 1684 પેજની ચાર્જશીટ

અમદાવાદઃ શહેરમાં જુલાઈ 2023માં ઈસ્કોન બ્રિજ પર બેફામ સ્પીડે કાર દોડાવી 9 લોકોનાં મોત નિપજાવવા બદલ આરોપી તથ્ય પટેલ સામે ચાર્જ ફ્રેમ થયા હતા. 1684 પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તથ્યની સાથે સાથે પિતા પ્રગ્નેશ પટેલ ઉપર પણ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યા હતા.
શું છે મામલો ?
19મી જુલાઈ, 2023ની મોડીરાત્રે, એટલે કે 20મી જુલાઈના રોજ અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. તે હાલ સાબરમતી જેલની હવા ખાઈ રહ્યો છે. હજુ પણ એક વ્યક્તિ કોમામાં છે. તથ્યએ 141 કિલોમીટર જેટલી ઝડપે ગાડી હંકારી હતી.
2023માં ચાર્જશીટ થઈ ત્યારે કુલ 14 દસ્તાવેજી પુરાવા અને 09 મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ રજૂ કરાયા હતા. કુલ 191 સાક્ષી છે. ચાર્જશીટ મુજબ મરનારી વ્યક્તિઓની સંખ્યા 09 હતી. 8 વ્યક્તિનાં નિવેદન લેવાયાં હતા, જેમાં 05 અકસ્માત સમયે તથ્યની ગાડીમાં હાજર તેના મિત્રો પણ હતા. અકસ્માતમાં 12 વ્યક્તિ ઘાયલ થયા હતા. કુલ 25 વ્યક્તિનાં પંચનામાં કરાયાં હતા. 8 વ્યક્તિનાં સારવાર સર્ટિફિકેટ રજૂ કર્યા હતા. તેમજ FSLના 15 રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તથ્ય અત્યા રસુધીમાં બે વખત હંગામી જામીન પર પોલીસ જાપ્તા સાથે બહાર આવ્યો હતો. જેમાં એક વખત તેના દાદાનું નિધન થયું હતું, જ્યારે બીજી વખત તેની માતાના ઓપરેશનની તારીખ હતી.
આપણ વાંચો: સુરતમાં RFO સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં ચોંકાવનારો ખુલાસો, પતિએ જ બનાવી હતી આવી યોજના…



