અમદાવાદટોપ ન્યૂઝ

ચંડોળા તળાવમાં પણ કાંકરિયાની જેવી રોનક આવશે, સાત ફેઝમાં થશે ડેવલપમેન્ટનું કામ…

અમદાવાદઃ ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓના કાચા-પાકા મકાનોને અમદાવાદ મનપા દ્વારા તોડી પાડવામાં આવ્યાં છે. મનપા દ્વારા આશરે 4000 જેટલા કાચા-પાકા મકાનોનું ડિમોલિશન કર્યું જેમાં લલ્લુ બિહારીને મિલકતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ચંડોળા તળાવ વિસ્તારમાં આશરે 1.5 લાખ ચોરસ જેટલી સરકારી જમીનને ખાલી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.

ચંડોળા તળાવમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે
મહત્વની વાત એ છે કે, આ દબાણો દૂર કર્યા બાદ હવે કાંકરિયા તળાવની જેમ ચંડોળા તળાવ પર ડેવલપમેન્ટની કામગીરી ખૂબ જ ઝડપી કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ ચંડોળા તળાવમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે અને કાંકરિયા જેવો વિકાસ કરવામાં આવશે. આ કાર્ય માટે અમદાવાદ મનપા દ્વારા 2024માં જ મંજુરી આપી દેવામાં આવી હતી. દાણીલીમડા અને ઇસનપુરની વિસ્તારમાં ફેલાયેલું સૌથી મોટું તળાવ છે જે અંદાજે 1,200 એકરની જગ્યામાં ફેલાયેલું છે. ડેવલપમેન્ટની કામગીરી કુલ સાત ફેઝમાં કરવામાં આવશે. જેમાં પહેલા ફેઝમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે.

પહેલા ફેઝમાં 27.53 કરોડના ખર્ચેડેવલપમેન્ટ કરવામાં આવશે
ચંડોળા તળાવનો આધુનિક રીતે વિકાસ કરવામાં આવશે જેથી લોકો અહીં હરવા ફરવા માટે આવી શકે અને તેમાંથી પણ આવક મેળવી શકાય. અમદાવાદ મનપા દ્વારા દાણીલીમડામાં ચંડોળા તળાવ 27.53 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે. ચંડોળા તળાવની ફરતે ડ્રેનેજ લાઈન, વોક વે, બીઆરટીએસ રોડ ઉપર ડેવલપમેન્ટ એરિયામાં અપર પ્રોમીનાડ અને લોઅર પ્રોમીનાડ, એમ્પીથીયેટર, જંગલ જીમ, ખંભાતી કુવા, પાર્ટીપ્લોટ બ્રાઇડ રૂમ, ગ્રુમ રૂમ, ઇવેન્ટ માટે શેડ, સુએજ પંપીંગ સ્ટેશન વગેરે બનાવીને તળાવની રોકન વધારવામાં આવશે. આ સાથે સાથે તળાવની ફરતે આખી દિવાલ પણ ઊભી કરવામાં આવશે.

આપણ વાંચો : અમદાવાદમાં ‘મિનિ બાંગ્લાદેશ’ ઊભું કરનારો લલ્લા બિહારી છે કોણ, જાણો વિગતો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button