અમદાવાદમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓના કઈ રીતે બનતા હતા બોગસ ડોક્યુમેન્ટ? મોટો ખુલાસો

અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવની ઓળખ મિનિ બાંગ્લાદેશ તરીકેની છે. અહીં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ તથા સરકારી જમીન પચાવીને રહેઠાણ ઉભા કરનારા ઈસમો પર ત્રણ દિવસથી પોલીસ કાર્યવાહી કરી રહી છે.
ચંડોળા તળાવમાં રહેતા ગેરકાયદે બાંગ્લાદેશીઓની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. બે જાણીતા રાજકારણીના સત્તાવાર લેટરપેડનો ઉપયોગ આધાર કાર્ડ બનાવવામાં કરવામાં આવ્યો હતો. આ પૈકી એક રાજકારણી મૂળ બિહારનો છે અને હાલ અમદાવાદમાં સ્થાયી થયો છે. તેનો સ્થાનિક સ્તરે દબદબો છે. બીજો નેતો રાજકારણમાં સક્રિય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બનાવટી આધાર કાર્ડ્સે બાંગ્લાદેશીઓને દલાલો દ્વારા ભારતીય પાસપોર્ટ મેળવવામાં સક્ષમ બનાવ્યા હતા. તપાસકર્તાઓએ આધાર જારી કરનાર વિભાગમાં કામ કરતા એક ભૂતપૂર્વ કરાર આધારિત કર્મચારીની પૂછપરછ કરી હતી. આ વ્યક્તિ પર અગાઉ પણ આવા જ આરોપો હતા. તપાસ એજન્સીના વરિષ્ઠ સૂત્રોએ જણાવ્યું કે, વધુ ધરપકડો થવાની છે. પોલીસ ટૂંક સમયમાં બંને રાજકારણીઓને તેમના લેટરહેડના દુરુપયોગ વિશે જાણતા હતા કે કેમ તે નક્કી કરવા માટે બોલાવશે. સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો અને ગુજરાત ATS શાંતિથી તપાસમાં જોડાયા છે.
આ પણ વાંચો: ‘મિનિ બાંગ્લાદેશ’નો અમદાવાદ પાલિકાએ કઈ રીતે કર્યો સફાયો!
અધિકારીઓને તપાસ દરમિયાન 43 ભાડાની રસીદો અને 60 ભાડુઆત કાર્ડ પણ મળી આવ્યા હતા. આ દસ્તાવેજો ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકોને આપવામાં આવતા હોવાની આશંકા છે. સરકારી વકીલે ઉમેર્યું હતું કે આ ઇમિગ્રન્ટ્સ માટે આધાર અને પાન કાર્ડ મેળવવામાં મદદ કરનારા એજન્ટો હજુ પણ ફરાર છે.

કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, શહેર પોલીસે 26 એપ્રિલે ચંડોળા તળાવ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને લાલુ પઠાણ ઉર્ફે લલ્લુ બિહારીની મદદથી આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેતા 150 થી વધુ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી હતી. અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકના જણાવ્યા મુજબ, ચંડોળા તળાવ પર સરકારી જમીન પર દબાણે પાછળના ‘માસ્ટરમાઇન્ડ’ લાલુ પઠાણ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમણે કહ્યું કે પઠાણે બાંગ્લાદેશી ઘૂસણખોરોને ભાડાના મકાનો મેળવવા અને આધાર કાર્ડ મેળવવામાં પણ મદદ કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં ‘મિનિ બાંગ્લાદેશ’ ઊભું કરનારો લલ્લા બિહારી છે કોણ, જાણો વિગતો?
મંગળવારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆ મુજબ લલ્લા બિહારી, તેનો પુત્ર મોહમ્મદ પઠાણ અને છ અન્ય લોકો સાથે મળીને વીજળી ચોરી, ગેરકાયદે વસાહતીઓને વીજળી કનેકશન, ભાડા કરાર તૈયાર કરવા માટે બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપતા હતા. તેમજ આ લોકો સરકારી જમીન પર દબાણ કરી, મકાન બાંધીને ભાડું વસૂલતા હતા.
બાંગ્લાદેશી ઘૂસણખોરોએ આ વિસ્તારમાં ગેરકાયદેસર કબજો કર્યો હતો
અમદાવાદનો ઐતિહાસિક વારસો ગણાતા ચંડોળા તળાવનો આખો નકશો માત્ર 14 વર્ષમાં બદલાઈ ગયો હતો. 2010માં, ચંડોળા તળાવની આસપાસની હરિયાળી અને તળાવની પાણી સંગ્રહ ક્ષમતા અનોખી હતી. પરંતુ 2025 માં, એટલે કે 14 વર્ષ પછી, અહીંનું ચિત્ર બદલાઈ ગયું હતું. હાલમાં તળાવની આસપાસના વિસ્તારમાં મોટા પાયે દબાણ છે. બાંગ્લાદેશીઓએ મોટા પાયે આ વિસ્તારમાં કબજો કર્યો હતો.