
અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ ડિમોલિશનનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે પણ ચાંપતા બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ કામગીરી થઈ રહી છે. લોકો પોતાના ઘર ખાલી કરીને જતા રહ્યા છે તો બીજી તરફ લોકો પણ લોખંડના દરવાજા, પતરા વગેરે ભેગા કરીને લઈ જોવામળ્યા હતા. ડિમોલિશનના બંદોબસ્ત દરમિયાન મહિલા કોન્સ્ટેબલની તબિયત લથડતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

દાણીલીમડા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણ ચંડોળા વિસ્તારમાં વસતા ભારતીય નાગરિકોના મકાનો તૂટ્યા છે તેને લઈને આજે મ્યુનિસિપલ કમિશનરને મળીને રજૂઆત કરશે. જે ભારતીય નાગરિકો છે અને વર્ષોથી ચંડોળા તળાવ વિસ્તારમાં વસે છે તેઓના મકાન પણ તોડી નાખવામાં આવ્યા છે ત્યારે તેઓને હાઉસિંગ પોલિસી અંતર્ગત મકાનો ફાળવવામાં આવે તેના માટેની રજૂઆત કરવામાં આવશે.
લલ્લા બિહારીના ફાર્મ હાઉસથી થઈ શરૂઆત
મંગળવારે ડિમોલિશનની શરૂઆત લલ્લા બિહારીના ફાર્મ હાઉસ ખાતેથી કરવામાં આવી હતી. અંદાજે 2000 બાંગ્લાદેશી નાગરિકોએ બનાવેલા કાચા-પાકા ઝૂંપડા દૂર કરીને એક લાખ ચોરસ મીટર દબાણયુક્ત તળાવનો ભાગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.
હાઇ કોર્ટે પણ આપી લીલીઝંડી
મંગળવારે ગુજરાત હાઇ કોર્ટમાં અરજદારોએ રજૂઆતમાં દાવો કર્યો હતો કે નિયમોની વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. અહીં વસવાટ કરતાં લોકો બાંગ્લાદેશી હોવાનું સાબિત થયું નથી. ઘર તોડી પાડવા માટે અમને કોઈપણ પ્રકારની નોટીસ આપવામાં આવી નથી. આ મામલે હાઇ કોર્ટે અરજી નકારી કાઢી ડિમોલિશનની કાર્યવાહીને લીલીઝંડી આપી હતી.
આપણ વાંચો: અમદાવાદની આત્રેય સોસાયટીમાં ચોથા માળે લાગી વિકરાળ આગ, અનેક લોકો ફસાયા હોવાની આશંકા…