અમદાવાદ

ચંડોળા તળાવ મુદ્દે મહત્વના સમાચાર; 2010 ની નીતિ અનુસાર વૈકલ્પિક આવાસ ફાળવવાનો નિર્ણય

અમદાવાદ: ખૂબ જ ચર્ચાનો વિષય બનેની ચંડોળા ડિમોલિશન મુદ્દે એક મોટા સમાચાર આવ્યા છે. જેમાં ઝૂંપડામાં રહેતા ભારતીય નાગરિકોને 2010ની નીતિ અનુસાર વૈકલ્પિક આવાસ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે પહેલા સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ EWS આવાસની ફાળવણી કરાશે.

વૈકલ્પિક આવાસ ફાળવવાનો નિર્ણય
મળતી વિગતો અનુસાર અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોને પોલીસે હાંકી કાઢ્યા છે અને આ ગેરકાયદે પ્રવૃત્તિના માસ્ટર માઈન્ડ લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન, ચંડોળામાં ચાલી રહેલી ડિમોલિશનની કાર્યવાહી અંગે નવી માહિતી સામે આવી છે, જેમાં ઝૂંપડામાં રહેતા ભારતીય નાગરિકોને 2010ની નીતિ અનુસાર વૈકલ્પિક આવાસ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ માટે પહેલા સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ EWS આવાસની ફાળવણી કરાશે. ડિમોલિશન દરમિયાન અત્યાર સુધીમાં 4000 ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા છે અને ડ્રોન સર્વેની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે, જેમાં અનેક ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા છે.

હવે ચંડોળામાં 2010ની પોલિસી મુજબ ગરીબ અને નબળા વર્ગના લોકો માટે (EWS) આવાસ ફાળવવામાં આવશે. આ યોજના હેઠળ, જે લોકો 2010 પહેલાથી ચંડોળામાં રહેતા હતા, તેમને મકાન ફાળવવામાં આવશે. મકાનોની ફાળવણી કરતા પહેલા એક વિગતવાર સર્વે હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ યોગ્ય લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button