અમદાવાદ

અનુસૂચિ પાંચનો અમલ કરો નહીંતર નેપાળ જેવા હાલ થશેઃ ચૈતર વસાવાની ચીમકી

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ડેડિયાપાડા ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું અને આદિવાસીઓના કલ્યાણ માટે કેન્દ્ર સરકારે કરેલી યોજનાઓની વાત કરી હતી ત્યારે બીજી બાજુ ડેડિયાપાડાથી થોડે દૂર આવેલા નેત્રંગમાં અહીંના આમ આદમી પક્ષના વિધાનસભ્ય ચૈતર વસાવાએ પણ જંગી સભાને સંબોધી હતી અને સરકારને ગુજરાતમાં અનુસૂચિ પાંચ લાગુ કરવા કહ્યું હતું અને જો નહીં કરવામાં આવે તો નેપાળ જેવી રાજકીય સ્થિતિ અહીં પણ ઉદ્ભવી શકે છે, તેમ પણ જણાવ્યું હતું.

ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિ નિમિત્તે વસાવાએ જંગી રેલી કાઢી હતી અને ત્યારબાદ સભાને સંબોધી હતી. બંધારણમાં આપેલી અનુસૂચિ પાંચને ગુજરાતમાં લાગુ ન કરવા બદલ સરકારની ઝાટકણી કાઢી હતી.

આપણ વાચો: ચૈતર વસાવાની પદયાત્રા મામલે ભાજપના સાંસદ અને ધારાસભ્ય વચ્ચે થઈ ગઈ રકઝક

વસાવાએ આદિવાસીઓનું દરેક સમયમાં શોષણ થયું હોવાનો મુદ્દો ઉઠવતા જણાવ્યું હતું કે મુઘલોથી લઈને અંગ્રેજો સુધી અનેક લોકોએ આપણું શોષણ કર્યું અને હાલમાં પણ આપણુ શોષણ થઈ રહ્યું છે. બંધારણમાં અનુસૂચિ પાંચ આદિવાસી લોકો માટે બનાવાઈ છે, પરંતુ ગુજરાતમાં આજ દિન સુધી તેનો અમલ થયો નથી.

જ્યારે આસામ, સિક્કિમ, મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલય જેવા રાજ્યોમાં બંધારણની અનુસૂચિ છનો સમાવેશ કરવામાં આવ્યો છે. વસાવાએ આદિવાસીઓને એક થઈ લડત આપવા જણાવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button