અમદાવાદ

અમદાવાદના થલતેજ અડન્ડરપાસમાં ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ, કાર ચાલકનું મોત

અમદાવાદઃ શહેરમાં અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો હતો. એસજી હાઇવે પર થલતેજ અન્ડરપાસમાં અકસ્માત થયો હતો. ટ્રક સાથે પાછળથી આવતી કાર અથડાઈ હતી. જેમાં કાર ચાલકનું કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે કારમાં સવાર 3 લોકોને સારવાર ખસેડાયા હતા. અકસ્માત મામલે ટ્રાફિક પોલીસે કાર્યવાહી શરુ કરી હતી.

શું છે મામલો

શહેરના થલતેજ ગુરૂદ્રારા પાસે આવેલા અંડરબ્રીજ પર આજે વહેલી અકસ્માત સર્જાયો હતો. એક યુવક પોતાની કાર લઈને પુરઝડપે આવી રહ્યો હતો ત્યારે તેનો બંધ પડેલી ટ્રક સાથે અકસ્માત થયો હતો.અકસ્માતમાં કાર ચાલક યુવકનું કરૂણ મોત થયુ છે જ્યારે બે યુવતી ઈજાગ્રસ્ત હતી.

મળતી વિગત પ્રમાણે કારની સ્પીડ એટલી હતી કે અંડરબ્રીજમાં બંધ પડેલી આઈસર ચાલકને દેખાઈ નહોતી અને ધડાકાભેડ અથડાઈ હતી. અકસ્માત બાદ ટ્રકનો ચાલક નાસી ગયો હતો જ્યારે ઈજાગ્રસ્ત યુવક અને બન્ને યુવતીઓને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન કાર ચાલકનું મોત થયું હતું. તેનું નામ આર્યન બત્રા હોવાનું અને આંબલીમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. તેની સાથે મિત્ર પ્રિયાંશી ચોક્સી અને કીર્તી અગ્રવાલ પણ હતા જેમને શરીર પર ઈજા પહોચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બંને નવરંગપુરાના પીજીમાં રહે છે. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button