અમદાવાદમાં પુરપાટ વેગે જતી કારે ટ્રાફિક પોલીસની કેબિનને ટક્કર મારી

અમદાવાદ: વાહન ચાલકો બેફામ બન્યા હોય એવું લાગી રહ્યું છે, છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ નાના મોટા અકસ્માતોના સમાચાર (Ahmedabad Accident) મળતા રહે છે. એવામાં ગત મોડી રાત્રે વસ્ત્રાપુર વિસ્તારમાં એક ચાલકે પુરપાટ ઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. સંજીવની હોસ્પિટલ પાસે ઓવરસ્પીડ કારે ટ્રાફિક પોલીસની કેબિનને ટક્કર મારી હતી. કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
Also read: સુરતના યુવાનનું બેંગલોરમાં શંકાસ્પદ મોતઃ અકસ્માત, હત્યા કે આત્મહત્યા
કારચાલક અટકાયતમાં:
પોલીસે કારચાલકને અટકાયતમાં લીધો છે, હાલ પોલીસ તપાસ કરી રહી છે અકસ્માત વખતે આરોપી નશામાં હતો કે નહીં. અકસ્માત થતા ટ્રાફિક પોલીસની કેબિનને નુકશાન પહોંચ્યું છે, કારના આગળના ભાગનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો છે, રસ્તા પર કારના પાર્ટ્સ વેરાયેલા જોવા મળ્યા હતાં. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઇ ન હતી.
અહેવાલ મુજબ પૂરપાર વેગે આવતી કાર વસ્ત્રાપુરની સંજીવની હોસ્પિટલ પાસે બેકાબુ થઈ ગઈ, કાર ડિવાઈડર અથડાઈ અને ટ્રાફિક પોલીસના કેબિનને ટક્કર મારી.