અમદાવાદના એસ જી હાઈવે પર ફરી અકસ્માત, બંધ પડેલા ટ્રકમાં કાર ઘૂસી જતાં એકનું મોત…

અમદાવાદઃ શહેરના એસ જી હાઈવે પર અકસ્માતનો સિલસિલો વણથંભ્યો છે. ગુરુવાર સવારે એસ જી હાઈવે પર અકસ્માતમાં એકનું મોત તથા ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદના સોલા બ્રિજ પર ગુરૂવારે (27 ફેબ્રુઆરી) વહેલી સાવરે એક કારને અકસ્માત નડ્યો હતો. જૂનાગઢથી રાજસ્થાન પરત ફરતી કાર પૂરપાટ ઝડપે આવી અને એકાએક બ્રિજ પર બંધ પડેલા ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ ટક્કરના કારણે કારમાં સવાર પાંચ લોકોમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
Also read : ગુજરાતમાં હવે શાળા સહાયકની પણ આઉટસોર્સથી ભરતી કરાશે, જાણો વય મર્યાદા…
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તો સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Also read : Vibrant Summit પૂર્વે ગાંધીનગરની કાયાપલટ કરાશે, 300 કરોડના ખર્ચે માર્ગોને આઈકોનિક બનાવાશે
અમરેલીમાં બસ-ટ્રક વચ્ચે અકસ્માત
અમરેલીમાં ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 15 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. પીપાવાવ-અમરેલી નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. ખાનગી બસમાં 35 જેટલા મુસાફરો સવાર હતા. ઈજાગ્રસ્ત મુસાફરોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.