આઈઆઈએમ અમદાવાદના વિદ્યાર્થીને એક કરોડની સેલરી થઈ ઓફર

અમદાવાદઃ એક સમયે વર્ષની એક કરોડની સેલરી ઓફર સાંભળી લોકોના કાન સાબદા થઈ જતા હતા, પરંતુ આજે ઘણી કંપનીઓ સારી ઓફર આપી રહી છે. તેમ છતાં વર્ષે એક કરોડની ઓફર ઘણા ઓછા ફ્રેશર્સને મળે છે. દેશની ખૂબ જ જાણીતી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) અમદાવાદના પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સના કેમ્પસ પ્લેસમેન્ટના આંકડા બહાર આવ્યા છે. જેમાં એક વિદ્યાર્થીને 1.1 કરોડની સેલરી ઓફર થઈ છે. અગાઉ 2023માં એક વિદ્યાર્થીને રૂ. 1.5 કરોડ ઓફર થયા હતા.
સૌથી વધારે જૉબ્સ બેંકિંગ સેક્ટરની
આઈઆઈએમના મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સને સૌથી વધારે જૉબ બેંકિંગ સેક્ટર અને ત્યારબાદ ફાયનાન્સિયલ સર્વિસિસ અને ઈન્સ્યોરન્સ સેક્ટરે ઓફર કરી છે. આ વખતે આઈઆઈએમમાં કેમ્પસ પ્લેસમેન્ટમાં કુલ 395 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો, જે 2023 કરતા વધારે હતા. 2023માં 385 સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. આ વખતે માત્ર બે વિદ્યાર્થીને વિદેશમાં નોકરી મળી છે. છેલ્લા પાંચ વર્ષમાં આ સૌથી ઓછો આંકડો છે.
સૌથી વધારે એક કરોડ અને સૌથી ઓછા રૂ. 18 લાખ ઓફર થયા છે. જો સેક્ટર પ્રમાણે થયેલા પ્લેસમેન્ટની વાત કરીએ તો સૌથી વધુ 156 વિદ્યાર્થીઓનું કલ્ટિંગમાં, 99 વિદ્યાર્થીઓનું બેકિંગ-ફાઈનાન્સમાં અને સૌથી ઓછા બે વિદ્યાર્થીઓનું એનાલિટિક્સ-એગ્રી ઈનપુટમાં પ્લેસમેન્ટ થયું છે. વર્ષ 2024માં એવરેજ પેકેજ 32થી 35 લાખ રૂપિયા સુધીનું રહ્યુ હતું. જ્યારે 1.12 કરોડ રૂપિયા અને સૌથી ઓછું 18 લાખ રૂપિયા સુધીનું રહ્યું હતું.