દિલ્હી-મુંબઇ નેશનલ હાઇવે પરથી જોવા મળશે બુલેટ ટ્રેનનો નજારો, વધુ એક બ્રિજ બનીને તૈયાર…

અમદાવાદ: ગુજરાતમાં દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. આ બુલેટ ટ્રેન દેશના 1350 કિલોમીટર લાંબા મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે ઉપરથી પસાર થશે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં પાંચમા પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ PSC બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ કરી લીધું છે.
Also read : Bullet Train : મુંબઈ-અમદાવાદના કોરિડોરમાં 340 કિલોમીટરનું કામ પ્રગતિના પંથે…
260 મીટર લાંબા PSC બ્રિજની કામગીરી પૂર્ણ
NHHRCL તાજેતરમાં જ માહિતી આપતા જણાવ્યું હતુ કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સુરત જિલ્લામાં કોસંબા નજીક નેશનલ એક્સપ્રેસ વે-4 પર 260 મીટર લાંબા PSC બ્રિજની કામગીરી 22 ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ થઈ ગઈ હતી.
બેલેન્સ્ડ કેન્ટીલીવર પદ્ધતિનો ઉપયોગ
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ સુરત જિલ્લાના કોસંબા નજીક દિલ્હી-મુંબઈ રાષ્ટ્રીય એક્સપ્રેસ વે-4ને એક એલિવેટેડ વાયડક્ટ દ્વારા પાર કરી રહી હોય આથી એક્સપ્રેસ વે પરથી પસાર થતા વાહનચાલકો બુલેટ ટ્રેનને પસાર થતી જોઈ શકશે. આ પુલ 104 પ્રિકાસ્ટ સેગમેન્ટ્સથી બનેલો છે, જેમાં 50 મીટર + 80 મીટર + 80 મીટર + 50 મીટર કોન્ફિગરેશનના ચાર સ્પાન છે અને તે બેલેન્સ્ડ કેન્ટીલીવર પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.
Also read : Bullet Train: હવે હાઈ સ્પીડ ટ્રેનનો ટ્રાયલ ક્યાં હાથ ધરાશે?
બુલેટ ટ્રેનનું ટ્રાયલ ગુજરાતમાં
આ પુલ સુરત અને ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચે આવેલો છે. વાહનો અને કામદારો બંનેની સલામતી સુનિશ્ચિત કરવા માટે નેશનલ હાઇવે પરના પરિવહનને પ્રવાહ જાળવી રાખવા અને લોકોને ઓછામાં ઓછી અસુવિધા થાય તે માટે બાંધકામ કાર્યનું ખૂબ જ કાળજીપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે, નવસારીમાં સુરત અને બીલીમોરા વચ્ચે બે પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. બુલેટ ટ્રેનનું ટ્રાયલ ગુજરાતમાં જ થાય તેવી શક્યતા છે અને તે માટેની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.