અમદાવાદ

અમદાવાદમાં BRTSનો કહેર: રોડ ક્રોસ કરતા શ્રમિકનું મોત, ડ્રાઈવરની અટકાયત

અમદાવાદ: શહેરમાં ફરી એકવખત જાહેર પરિવહનની બસની પુરપાટ ઝડપના કારણે અકસ્માત સર્જાયો છે. અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં બીઆરટીએસ બસની ટક્કરથી રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું મોત નીપજ્યું છે.

મળતી વિગતો અનુસાર, અમદાવાદ શહેરના ખોડિયારનગર વિસ્તારમાં બીઆરટીએસ બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો. રસ્તા ચાલ્યા જતા રાહદારીને બીઆરટીએસ બસ ચાલકે ટક્કર મારતા રાહદારીનં સ્થળ પર જ મોત થયું હતું. રાહદારી રોડ ક્રોસ કરતો હતો તે સમયે BRTS બસ ચાલકે ટક્કર મારી હતી. પોલીસે BRTS બસના બસચાલકની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે મૃતક ઉત્તર પ્રદેશનો રહેવાસી હોય અહી રોજગારી માટે આવ્યો હતો. મૃતક ફુલેન્દ્ર પ્રસાદ તેના ભાઈ સાથે દાણીલીમડામાં રહી અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો. તેઓ ગઇકાલ રાત્રે શાકભાજી લેવા માટે બહાર નીકળ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

આપણ વાંચો:  પરંપરા અકબંધ! કલેક્ટર અને સંતોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી પ્રતીકાત્મક લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવાયો

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button