અમદાવાદ

ગુજરાતમાં ACBનો સપાટો: કંડલા પોર્ટ અને ગીર સોમનાથમાં 2 લાંચિયા અધિકારીઓ રંગે હાથ ઝડપાયા!

અમદાવાદ: ભ્રષ્ટાચારની બીમારીનો ચેપ ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો. આજે એન્ટિ કરપ્શન બ્યૂરોએ બે લાંચિયા અધિકારીઓ સામે કાર્યવાહી કરી હતી. કંડલા પોર્ટમાં ટ્રકોને પોર્ટની બહાર કાઢી આપવા તેમજ ગીર સોમનાથમાં શાખામાં મેરેજ સર્ટિફિકેટ કઢાવવા માટે લાંચ મંગનારા બે અધિકારીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.

કંડલા બંદર પર ટ્રક દીઠ 50 રૂપિયાની લાંચની માંગણી

મળતી વિગતો અનુસાર કચ્છના કંડલા બંદર પરથી માલ-સામાનની આયાત-નિકાસ કરતી કંપનીના ઓપરેશન ઇન્ચાર્જ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદને ટાંકીને ગાંધીધામ એસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.એસ.ચૌધરીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આરોપી જિગ્નેશ બળીયા દરેક ટ્રક દીઠ 50 રૂપિયાની લાંચની માંગણી કરતો હતો. એક દિવસમાં કુલ 197 ટ્રકોની ક્લિયરન્સ માટે 9850 રૂપિયાની લાંચ માંગી હતી જે આપવાનો ફરિયાદીએ ઇન્કાર કરીને એસીબીને માહિતી આપતાં છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં કસ્ટમ હવાલદારને પંચોની હાજરીમાં લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથ પકડી લેવામાં આવ્યો હતો.

મેરેજ સર્ટિફિકેટ કઢાવવા 7300 /-ની લાંચ માંગી

તે ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલીકા કચેરીમાં લગ્ન નોંધણી શાખામાં ફરજ બજાવતા પટ્ટાવાળા ગોવિંદભાઈ સરમણભાઈ કામળીયાને લાંચ લેતા એસીબીએ ઝપડી લીધા હતા. ફરિયાદીએ લગ્ન નોંધણી શાખામાં મેરેજ સર્ટિફિકેટ કઢાવવા કુલ-૪ર ફાઈલો આપેલ, જે પૈકી સમૂહ લગ્નની ફાઈલ દીઠ રૂા.૧૦૦ તથા અન્ય ફાઈલોના રૂા.ર00 લેખે આક્ષેપિતે ફરિયાદી પાસે રૂા.7300 /-ની લાંચ માંગી હતી. જો કે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય તેમણે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી અને એસીબીને માહિતી આપતાં છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં પટ્ટાવાળા ગોવિંદભાઈ સરમણભાઈ કામળીયા લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button