અમદાવાદ

અમદાવાદમાં પુરુષને ચોર સમજીને ફટકારવાનું ભારે પડ્યું, જાણો વિગત…

Ahmedabad Crime News: અમદાવાદામાં એક પુરુષને ચોર સમજીને ત્રણ લોકોએ ફટકાર્યો હતો અને બાદમાં પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. થોડીવાર પછી પુરુષની સ્થિતિ ગંભીર બનતાં તેને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે પુરુષને ફટકારનારા ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી હતી.

Also read : અમદાવાદમાં આજથી વધુ એક બ્રિજ થયો બંધ, જાણો વૈકલ્પિક રૂટ…

બોપલ પોલીસના કહેવા મુજબ, ઘુમા ગામમાં રહેતા ઈન્દ્રવદન પરમાર વિભૂષા બંગલો પાસેથી પસાર થતો હતો. આ દરમિયાન કેતન પટેલ, સુભાષ પટેલ અને કંદર્પ પટેલે તેને પકડીને ફટકાર્યો હતો. ઈન્દ્રવદન પરમારે લોખંડની પાઇપની ચોરી કરી હોવાની ત્રણેયને આશંકા હતી.

ઈન્દ્રવદનને ચોર સમજીને ફટકારનારા ત્રણેય લોકો તેને બોપલ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા પરંતુ તેની હાલત ગંભીર થતાં સારવાર માટે સાણંદ સીએચસી સેન્ટરમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પોલીસે તાત્કાલિક એસડીએમની હાજરીમાં વીડિયોગ્રાફી કરાવી અને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મૃતક ઈન્દ્રવદનને ચોર સમજી ફટકારનારા કેતન, સુભાષ અને કંદર્પની ધરપકડ કરવામાં આવી હતી.

Also read : દેવાના ખપ્પરમાં હોમાયું ગુજરાત, જોઈ લો આ સરકારી આંકડાઃ દરેક પરિવાર પર રૂપિયા ૨,૫૯,૩૦૮ નું દેવું…

પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ, કેતન પટેલ ફેબ્રિકેશનનો વ્યવસાય કરે છે. કેતનની દુકાનમાં બેથી ત્રણ વખત લોખંડની પાઇપ અને સળિયાની ચોરી થઈ હતી. કેતનને ચોરી મામલે ઈન્દ્રવદન પર આશંકા હતી. કેતન તેના મિત્રો સાથે સુભાષ અને કંદર્પ સાથે મળીને ઈન્દ્રવદનની રાહ જોતો હતો. ઈન્દ્રવદન તેની દુકાન નજીક પહોંચતા જ ત્રણેયે સાથે મળીને ફટકાર્યો અને બોપલ પોલીસને સોંપી દીધો હતો. પોલીસ મુજબ, ઈન્દ્રવદન છ મહિના પહેલા ડિલીવરી બોયનું કામ કરતો હતો. જે બાદ તેની પાસે કોઈ કામ ધંધો નહોતો. ઈન્દ્રવદનના મોતને લઈ તેને ફટકારનારા ત્રણેય સામે હત્યાનો કેસ નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button