અમદાવાદ

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ! તમામ ગેટ કરાયા બંધ

અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે બોમ્બની ધમકી આપતા ઇ-મેઇલ વધી રહ્યાં છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતો ઇ-મેઇલ આવ્ય છે. ગુજરાત હાઇકોર્ટના ઇ-મેઇલ પર કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ધમકી ભર્યો ઇ-મેઇલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે હાઈકોર્ટમાં તપાસ હાથ ધરી દીધી છે. અત્યારે ગુજરાત હાઈકોર્ટના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યાં છે.

ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ પણ ગુજરાત હાઈકોર્ટમાં તૈનાત

પોલીસે હાઇકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરી દીધું છે. આ સાથે સાથે ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ પણ ગુજરાત હાઈકોર્ટમાં તપાસ કરી રહી છે. આ સમગ્ર મામલે વિગતો આપતા ઝોન 1 ઈનચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું કે, હાઇકોર્ટના ઈ-મેઈલ પર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ અત્યારે કરવામાં આવી રહી છે. કોના દ્વારા આ ઈ-મેઈલ કરવામાં આવ્યો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: પોલીસની સઘન તપાસ

સ્કૂલ, એરપોર્ટ અને સરકારી કચેરીઓને પણ મળી હતી ધમકી

ગુજરાતમાં અનેક વખત આવી ધમકી ભર્યા મેઈલ મળ્યાં છે. જો કે, દરેક કેસમાં માત્ર અફવા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ પહેલા સ્કૂલ, એરપોર્ટ અને સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આજે ફરી ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેઈલ આવ્યો છે. જોકે, ઘટનાની ગંભીરતાથી લેતા પોલીસે સઘન તપાસ હાથ ધરી દીધી છે. આ માત્ર અફવા છે કે, હકીકત તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button