Top Newsઅમદાવાદ

ગોવાથી અમદાવાદ આવતી ફ્લાઈટમાં બોમ્બની ધમકી, કંઈ શંકાસ્પદ ન મળતા રાહત

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ
ગુજરાત છેલ્લા બે દિવસથી બોમ્બની ધમકીથી ખળભળી ઉઠ્યું છે. બુધવારે અમદાવાદ-ગાંધીનગરથી 20 કરતા વધારે સ્કૂલોમાં અને ગુરુવારે વડોદરાની કલેક્ટર કચેરીમાં બોમ્બ હોવાના ઈમેલ્સ બાદ હવે અમદાવાદ આવી રહેલી ફ્લાઈટ્માં બોમ્બ હોવાની ધમકી મળી હતી, જેના પગલે અમદાવાદ એરપોર્ટને સતર્ક કરી દેવામાં આવ્યું હતું. જોકે સઘન તપાસ બાદ બધુ જ સલામત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ઘટનાની મળતી વિગતો અનુસાર ગોવાથી અમદાવાદ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 6208ને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી. ફ્લાઈટ અમદાવાદ પહોંચી ત્યારે એક ટીશ્યુ પેપરમાં આ પ્રકારની ધમકીભરેલું લખાણ મળી આવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટી અને તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી હતી.

ઈન્ડિયોની આ ફ્લાઈટમાં 140થી વધુ પેસેન્જર હતા. તમામને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ સહિતની તમામ સુરક્ષા એજન્સી અહીં પહોંચી હતી અને સઘન તપાસ કરી હતી, પરંતુ કોઈ શંકાસ્પદ સાધન-સામગ્રી મળ્યા ન હતા.

એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર સાંજે સાત વાગ્યે ફ્લાઈટ લેન્ડ થઈ હતી અને સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે એરપોર્ટ પર પણ વ્યવસ્થા જાળવવામાં આવી હતી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button