છ દિવસથી સિડનીમાંથી ગૂમ હળવદના યુવકનો મૃતદેહ મળ્યો

અમદાવાદઃ ગુજરાતના હળવદના વતની અને સાત વર્ષથી ઓસ્ટ્રેલિયમાં રહેતા જયદીપસિંહ ડોડીયા નામના યુવાનનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં સિડનીમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જયદીપ સાત વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો અને ત્યાં જ સ્થિર થયો હતો. એકાદ વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા અને તેની પત્ની પણ ત્રણેક મહિનાથી તેની સાથે સિડની રહેતી હતી. પહેલી જૂને તે સવારે 11 વાગ્યે છેલ્લે દેખાયો હતો, ત્યારબાદ તે ઘરે પરત ન આવતા તેની પત્નીએ બીજી જૂનના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિક પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. New South Wales (NSW) પોલીસે સર્ચ ઑપરેશન સાથે પબ્લિક નોટિસ પણ આપી હતી અને જો કોઈને કંઈ માહિતી હોય તો જણાવવા કહ્યું હતું.
જોકે છટ્ઠી જૂનના રોજ પોલીસને તેના ઘર નજીકની નદી પાસેથી જયદીપનો મૃતદેહ મળ્યો હતો. હવે 10મી જૂને તેનું પોસ્ટમોર્ટ્મ થયા બાદ તેની સાથે શું થયું તે ખબર પડશે.]
આપણ વાંચો: ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ! તમામ ગેટ કરાયા બંધ
દરમિયાન હળવદના મેરુપરમા રહેતા તેના ચાર-ભાઈ બહેન અને માતા-પિતાના પરિવારનીહાલત કફોડી બની છે. દીકરાના મોતના સમાચારથી આખું ગામ શોકમાં ગરકાવ થયુ છે. તેના સંબંધીઓ તેનો મૃતદેહ ભારત લાવવા માટે દૂતાવાસ સાથે સંપર્ક કરી રહ્યા છે.