અમદાવાદ

ગુજરાતમાં એક BLOનું રહસ્યમય મોત, બેને ચક્કર આવતા ઢળી પડ્યા

અમદાવાદઃ ગુજરાતમા ચાલી રહેલી ચૂંટણી પંચની મતદાર યાદીમા સુધારણાની કામગીરી વિવાદોમાં સપડાઈ છે. એસઆઈઆરના કામકાજ સાથે જોડાયેલા ચાર શિક્ષકે જીવ ગુમાવ્યો છે ત્યારે ફરી જામનગરમાં એક શિક્ષકા બેભાન થયાની ઘટના પ્રકાશમાં આવી હતી.

મસીતીયા વાડી શાળાના શિક્ષિકા હિરલબેન ત્રિવેદી 79-વિધાનસભા વિસ્તારમાં બીએલઓ તરીકે કામગીરી કરી રહ્યા હતા ત્યારે સત્યમ કોલોની પાસે બેભાન થઈ ઢળી પડ્યા હતા.

હિરલબેન પોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમને અચાનક ચક્કર આવી ગયા હતા અને તેઓ બેભાન થતા તેમને જામનગરની સરકાર જીજી હૉસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

આપણ વાચો: ચૂંટણી પંચનું SIR અભિયાન ‘પરિવાર મિલન યોજના’ બની ગયું, 37 વર્ષે ભાઈ મળી આવ્યો! વાંચો અનોખી કહાણી!

પ્રાથમિક માહિતી અનુસાર તેઓ હાઈપર ટેન્શનના કારણે બેભાન થઈ ગયા હતા. તેમને હાલ આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

દરમિયાન અમદાવાદમાં પણ દાણી લિમડા વિસ્તારમાં એક મહિલા બીએલઓ શિક્ષિકા બેભાન થઈ ઢળી પડી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. સુરતમાં મનપામાં કામ કરતી એક 26 વર્ષીય મહિલા પોતાના ઘરમાં બાથરૂમમાં મૃત્યુ પામી હતી. તે પણ બીએલઓની જવાબદારી નિભાવતી હતી. તેનું મોત થાક અને કામના ભારણને લીધે થયું છે કે અન્ય કોઈ કારણોથી તે હૉસ્પિટલના રિપોર્ટ્સ પછી જાણવા મળશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button