
અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પરથી ગુરુવારે એર ઇન્ડિયાનું બોઇંગ 787 વિમાન ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી જ ક્રેશ થયું હતું. જેમાં 241 થી વધુ લોકો માર્યા ગયા છે. આ વિમાન લંડન જઈ રહ્યું હતું અને ફ્લાઇટ નંબર AI-171 હતું. તેમાં કુલ 242 લોકો સવાર હતા. આ અકસ્માત પછી વિમાનના બ્લેક બોક્સની શોધ અને વિશ્લેષણને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. નિષ્ણાતો કહે છે કે આ મહત્વપૂર્ણ ડેટાને સંપૂર્ણપણે ડીકોડ કરવામાં અને તેનું વિશ્લેષણ કરવામાં અનેક અઠવાડિયાથી લઇને અનેક મહિનાનો સમય લાગી શકે છે.
આ વિમાન 2011 થી કોમર્શિયલ સેવાઓમાં
એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 અમદાવાદથી બપોરે 1:39 વાગ્યે ઉડાન ભરી હતી. ટેકઓફ કર્યાના થોડા સમય પછી, વિમાને ‘મેડે’ કોલ મોકલ્યો અને લગભગ 625 ફૂટની ઊંચાઈએ મેડિકલ કોલેજના હોસ્ટેલ પર તૂટી પડ્યું. બોઇંગ 787 ડ્રીમલાઇનરના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ફ્લાઇટમાં મુસાફરોના મૃત્યુ થયા હોય. આ વિમાન 2011 થી કોમર્શિયલ સેવાઓમાં છે અને તેને અત્યાર સુધીના સૌથી સુરક્ષિત વિમાનોમાં ગણવામાં આવે છે.
બ્લેક બોક્સ શું છે અને તેનું મહત્વ ?
‘બ્લેક બોક્સ’ બે મજબૂત નારંગી રંગના ઉપકરણો છે. પહેલું ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) છે. જે વિમાનની ઊંચાઈ, ગતિ, એન્જિનની સ્થિતિ અને પાયલોટ દ્વારા લેવામાં આવતી દરેક તકનીકી ક્રિયાને રેકોર્ડ કરે છે. બીજું કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR)છે. જે પાઇલટની વાતચીત કંટ્રોલ ટાવર સાથે રેડિયો સંપર્ક અને કોકપીટમાં અન્ય અવાજોને રેકોર્ડ કરે છે.
બ્લેક બોક્સ 25 કલાક સુધી સતત ફ્લાઇટ માહિતી રેકોર્ડ કરે છે
અમેરિકન સંસ્થા નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અનુસાર, બ્લેક બોક્સ 25 કલાક સુધી સતત ફ્લાઇટ માહિતી રેકોર્ડ કરે છે. અમદાવાદ અકસ્માતમાં આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે જેથી જાણી શકાય કે અકસ્માતનું કારણ ટેકનિકલ ખામી, એન્જિન નિષ્ફળતા, પાયલોટની ભૂલ અથવા અન્ય કોઈ કારણ હતું.
નિષ્ણાતોના મતે, ટેકઓફ પછી તરત જ ઊંચાઈ વધારવામાં અસમર્થતા અને કટોકટી કોલ મોકલવા જેવી પરિસ્થિતિમાં, FDR એન્જિનની કાર્યક્ષમતા અને ચેતવણી સંકેતો વિશે માહિતી પ્રદાન કરશે. જ્યારે CVR તે સમયે પાયલોટ દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અને સંદેશાવ્યવહારને જાહેર કરશે.
આ પણ વાંચો…અમદાવાદ પ્લેન દુર્ઘટના: અમિત શાહ સહિત અન્ય કેન્દ્રીય પ્રધાનોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી