અમદાવાદ

ખ્રિસ્તીઓની મોહજાળમાં ફસાતા નહીં, ભાજપ પ્રદેશ પ્રમુખે સુરતમાં આપી સલાહ

અમદાવાદઃ ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશાધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સુરત ખાતે એક સભાને સંબોધતા ધર્મ પરિવર્તન અંગે સલાહ આપી હતી. તેમણે માંગરોળના મોસાલી ખાતે યોજાયેલી જનજાતીય ગૌરવ રથયાત્રા દરમિયાન જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે ખ્રિસ્તીઓની મોહજાળમાં ફસાઈ જતા નહી.

અન્ય ધર્મ કરતા આપણો ધર્મ સારો છે. આપણી પરંપરા અને સંસ્કૃતિને વળગી રહો, તેના પર શ્રદ્ધા રાખો. આપણે જે રીતે મંચ પર બિરસા મુંડા, દેવમોગરા માતા અને ભારતમાતાના ફોટાની પૂજા કરી તે રીતે જ આપણે આપણા ધર્મ અને સંસ્કૃતિની પૂજા કરવાની છે.

આપણ વાચો: કોણ બનશે ગુજરાત બીજેપીના નવા પ્રદેશ પ્રમુખ? જગદીશ વિશ્વકર્મા રેસમાં સૌથી આગળ

.થોડા સમય પહેલા નડિયાદમાં એક ધર્માન્તરણનો કિસ્સો બહાર આવ્યો હતો, જેમાં સ્ટિવન મેકવાન નામની વ્યક્તિ આદિવાસીઓનું ધર્મ પરિવર્તન કરવાતી હતી. વિશેષ તપાસ કરતા પોલીસને માહિતી મળી હતી કે તે સામાજિક સંસ્થાના નામે ધર્માતરણ કરવાતો હતો. દરોડો પાડતા પોલીસને 50થી વધારે લોકો મળ્યા હતા, જેમાં 9 સગીર પણ સામેલ હોવાનું અહેવાલો દ્વારા જાણવા મળ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button