અમદાવાદમાં ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી શરૂ કરી, દરેક વોર્ડમાં યોજાશે સ્નેહ મિલન સમારોહ

અમદાવાદઃ રાજ્યમાં ટૂંક સમયમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આ માટે ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. જે મુજબ લાભ પાંચમથી ભાજપ ચૂંટણી મોડમાં આવશે અને વોર્ડ મુજબ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવશે.
અમદાવાદમાં ભાજપ દ્વારા 26 ઓક્ટોબર, લાભ પાંચમથીથી 10 નવેમ્બર દરમિયાન વોર્ડ વાઇઝ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વોર્ડ સમ્મેલનમાં સ્થાનિક સંગઠન અને પ્રદેશ સંગઠનના હોદ્દેદારો હાજર રહેશે. ચૂંટણી પહેલાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધારવા ભાજપ વોર્ડ મુજબ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા યોજવામાં આવે છે. આ ચૂંટણીઓમાં રાજ્યના ગ્રામ્ય અને શહેરી સ્તરના વહીવટ માટેના પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સામાન્ય રીતે પાંચ વર્ષના ગાળે યોજાય છે. ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ચોક્કસ તારીખો, મતદાનની તારીખ અને પરિણામની તારીખ જાહેર કરવામાં આવે છે. સમયાંતરે, વિવિધ સંસ્થાઓમાં ખાલી પડેલી બેઠકો પર પેટા-ચૂંટણીઓ પણ યોજાતી હોય છે.



