અમદાવાદઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂકને લઈ કવાયત તેજ થઈ ગઈ છે. ભૂપેન્દ્ર યાદવની ચૂંટણી અધિકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભૂપેન્દ્ર યાદવ નેતાઓ, કાર્યકર્તાઓ સાથે વાત કરીને પ્રદેશ પ્રમુખના નામ મોવડી મંડળને સોંપશે.
આ પણ વાંચો: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કોની થશે પસંદગી? જાણો કયા નામોની છે ચર્ચા
વિજય રૂપાણીને રાજસ્થાનની જવાબદારી
ભાજપ દ્વારા અલગ અલગ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની પસંદગી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી છે. જેના અનુસંધાને કેન્દ્રીય ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જયારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજસ્થાન ભાજપના ચૂંટણી અધિકારી બનાવાયા છે.
કર્ણાટક માટે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ઉત્તર પ્રદેશ માટે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, બિહાર માટે કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર, મધ્યપ્રદેશ માટે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની નિમણૂક કરવામાં આવી છે.