શનિવારથી અમદાવાદ રિવરફ્રન્ટ પર કરી શકાશે પક્ષીદર્શન
2 લાખ પક્ષીનું ઘર અમદાવાદ હવે રિવરફ્રન્ટ પરથી માણી શકાશે.

અમદાવાદઃ શહેરના પક્ષીપ્રેમીઓ માટે સારા સમાચાર છે. દર સપ્તાહના અંતે રિવરફ્રન્ટ પર પક્ષીદર્શન કરી શકશે. 5 જુલાઈના શનિવારથી આની શરૂઆત કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે શનિવાર અને રવિવારે નિ:શુલ્ક બર્ડ વોચિંગ સેશન્સ શરૂ કરશે. આ પહેલનો ઉદ્દેશ રિવરફ્રન્ટની મુલાકાત લઈ વિવિધ પક્ષી પ્રજાતિઓ જોવાનો છે. વહેલી સવારે અને સાંજે પક્ષીઓને જોઈ શકાશે.
191થી વધુ પક્ષીઓની પ્રજાતિ
રિવરફ્રન્ટના પટ્ટામાં 191થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળી છે અને આ કાર્યક્રમ સહભાગીઓને બાયોડાયવર્સિટી પાર્ક, ફ્લાવર પાર્ક, દુધેશ્વર બ્રિજ અને રેલવે બ્રિજ-સુભાષ બ્રિજ વિસ્તાર જેવા સ્થળો પર માર્ગદર્શન આપશે. દરરોજ બે વાર સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7 દરમિયાન બર્ડ વોચિંગ સેશન્સ યોજાશે. આ સમયગાળા દરમિયાન પક્ષીઓની અવરજવર સૌથી વધુ હોય છે.
આ પણ વાંચો: પીએમ મોદી ₹1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3નું ખાતમુહૂર્ત કરશે
કઈ કઈ જગ્યાએ કરી શકાશે પક્ષીદર્શન
આ શનિવારથી શરૂ થઈને, આ સત્રો દર શનિવાર અને રવિવારે રિવરફ્રન્ટની પશ્ચિમ બાજુએ આવેલા આંબેડકર બ્રિજ નીચેના બાયોડાયવર્સિટી પાર્ક ખાતે શરૂ થશે. પક્ષીદર્શન કરવા આવતાં લોકોને પક્ષી નિરીક્ષણના સાધનો જેવા કે ટેલિસ્કોપ, દૂરબીન અને પક્ષી ઓળખ હેન્ડબુક પૂરી પાડવામાં આવશે.
નિષ્ણાત પક્ષી નિરીક્ષકોને માર્ગદર્શન આપવા માટે ત્યાં હાજર રહેશે. તેઓ પક્ષીઓની સુંદરતાને જોવા અને કેપ્ચર કરવામાં મદદ કરશે. પક્ષીઓને જોવા માટે ટેલિસ્કોપ, દૂરબીન અને કેમેરા લાવશે. તમને વિવિધ પક્ષી પ્રજાતિઓ અને તેમની ટેવો વિશે શીખવા માટે હેન્ડબુક પણ મળશે. સૂત્રોના કહેવા પ્રમાણે આ કાર્યક્રમ, લોકોને પ્રકૃતિની નજીક આવવા અને શહેર દ્વારા આવકારવામાં આવતી પક્ષીઓની અદ્ભુત વિવિધતાનો આનંદ માણવામાં મદદ કરશે.