બોર્ડની પરીક્ષા પહેલા જ ભેંસાણની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા

અમદાવાદઃ જૂનાગઢના ભેસાણ તાલુકાના મેંદપરા ગામમાં એક કરૂણાંતિકા સર્જાઈ હતી.અહીં 12મા ધોરણની બોર્ડની તૈયારી કરી રહેલી એક વિદ્યાર્થિનીએ શિક્ષણના દબાણને કારણે આત્મહત્યા કરી લીધી હતી. મૃતક અભ્યાસમાં નબળી હોવાથી સતત તાણ અનુભવતી હોવાનું પરિવારના સભ્યએ જણાવાવ્યું હતું.
દીકરીએ ભરેલા પગલાથી પરિવાર સહિત આખું ગામ શોકમાં છે. મૃતકનાં પિતાએ પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ તપાસ માટે આવી હતી. મૃતકના પિતાએ આપેલી માહિતી અનુસાર વિદ્યાર્થિની બારમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી અને માર્ચ મહિનામા આવનારી પરીક્ષાની તૈયારી કરતી હતી, પરંતુ પોતે અભ્યાસમાં નબળી હોવાથી નાપાસ થવાનો ડર તેને સતાવતો હતો અને તે તાણમાં રહેતી હતી.
ભેસાણ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
આપણ વાંચો: ખેડૂતોના વિરોધ છતાં થરાદ-અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે માટે જમીન સંપાદન શરૂ કરી



