સેન્ટ્રલ એજન્સીના અધિકારીની ઓળખ આપી ફરતા ભરત છાબરાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો
અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા અધિકારીની ધરપકડ કરી છે કે જે પોતે જુદા જુદા એજન્સીનો અધિકારી હોવાની ઓળખ આપીને છેતરપિંડી કરતો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 34 વર્ષીય ભરત છાબરા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ ચાર જેટલી ફરિયાદો નોંધાય છે અને દોઢ મહિનાથી ફરાર આરોપીની હરિયાણાના કરનાલથી ધરપકડ કરી છે.
આ પણ વાંચો: ‘કેન્દ્રીય એજન્સીઓ અમારા નેતાઓના ફોન ટેપ કરી રહી છે’ DMKએ ECને ફરિયાદ કરી
દોઢેક વર્ષથી પોલીસની પકડથી દૂર ભાગી રહેલા નકલી અધિકારીની ધરપકડને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના Dysp ભરત પટેલે જણાવ્યું હતું કે ઓગષ્ટના પ્રથમ અઠવાડિયામાં આરોપીઓ સામે ત્રણ ગુના નોંધાયા હતા. આરોપી સામે નોંધાયેલ પ્રથમ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આરોપી ભરત છાબરા છે જે હરિયાણાના કરનાલનો રહેવાસી છે અને કેન્દ્ર સરકારના અધિકારી તરીકેની ઓળખ આપીને અમદાવાદની એક હોટલમાં રોકાયો હતો. ત્યાં તેણે પોતે ખૂબ જ વગ ધરાવતો માણસ હોવાનું કહીને બિલ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. બે-ત્રણ વખત આવા બનાવ બન્યા બાદ હોટલના સંચાલક અનિલસિંહ વાઘેલાએ પોલીસને ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો: સરકારી એજન્સી પર ફરી હુમલાની ઘટના બાદ મમતાએ આપી આવી પ્રતિક્રિયા
ડેપ્યુટી એસપીના જણાવ્યા અનુસાર ભરત છાબરા નામના આરોપીની સામે બીજી ફરિયાદ સરદાર નગરના રહેવાસી ભરત સંતયાનીએ નોંધાવી હતી અને આરોપ કર્યો હતો કે ભરત છાબરાએ તેના દસ્તાવેજો સાથે ચેડા કર્યા હતા. જ્યારે ત્રીજી ફરિયાદ પ્રશાંત તમંચે નામના વ્યક્તિએ નોંધાવી હતી. પ્રશાંત તમંચેએ કહ્યું કે આરોપી ભરત છાબરાએ તેને લાલચ આપી કે તે તેના પિતાને જેલમાંથી મુક્ત કરાવી દેશે. કારણ કે તેની પાસે ઉપરના અધિકારીઓ સુધી સારી પહોંચ છે અને આ માટે ભરત છાબરાએ તેની પાસેથી 22 લાખ રૂપિયા લીધા હતા.
આ પણ વાંચો: Bengaluru café Blast: બેંગલુરુ કાફે બ્લાસ્ટના આરોપીની અટકાયત, આ એજન્સી કરી રહી છે પૂછપરછ
પોલીસ આરોપી ભરત છાબડાની ધરપકડ કરી તપાસ કરતા તેની સામે અન્ય છેતરપિંડી કરી હોવાની વિગતોનો પણ ખુલાસો થયો હતો. હરિયાણામાં પોલીસ અધિકારી–કર્મચારીઓની બદલીની પણ વિગતો ખૂલી છે અને ત્યાંનાં કેટલાક અધિકારીઓ પણ તેને સાચો સીબીઆઈ કે કેન્દ્રીય એજન્સીનો અધિકારી માનતા હતા. આ સાથે જ તે 20 જેટલા સિમ કાર્ડનો ઉપયોગ કરતાં હતા અને આ સિવાય તેણે અન્ય કયા કયા છેતરપિંડી કરી છે તેનો ફોડ પાડવા તેના દસ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે.