અમદાવાદ

અમદાવાદમાં કોંગ્રેસના અધિવેશન પૂર્વે સચિન પાયલટે યુવાનો મુદ્દે કરી મહત્ત્વની વાત…

નવી દિલ્હીઃ અમદાવાદમાં આગામી 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું અધિવેશન મળવાનું છે. જેને લઈને અત્યારે અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા તૈયારી પણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અધિવેશનને લઈને કોંગ્રેસના મહાસચિવ સચિન પાયલટે કહ્યું કે, પાર્ટીમાં પેઢીગત પરિવર્તન આવી રહ્યું છે અને યુવાન નેતાઓ તેમને સોંપવામાં આવેલી જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ જવાબદારીની સાથે વિચારધારાને મજબૂત બનાવવાનો રહેશે. 8 અને 9 એપ્રિલે કોંગ્રેસ નેતાઓ ભારતમાં ફરી કોંગ્રેસને મજબૂત કરવા માટે રણનીતિ બનાવશે.

કોંગ્રેસના આ અધિવેશન પાર્ટી માટે શા માટે ખાસ છે?

અમદાવાદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીનું અધિવેશન મળવાનું છે, જેમાં આ અધિવેશન શા માટે ખાસ છે? મહત્વનું એટલા માટે છે કે અત્યારે કોંગ્રેસ પાર્ટીને ફરી મજબૂત કરવાની છે અને તેની સાથે સાથે ફરી લોકોમાં એ જ વિશ્વાસ લાવવાનો છે જે આજથી વર્ષો પહેલા હતો! સચિન પાયલોટે કહ્યું કે લોકસભા ચૂંટણી પછી પાર્ટી કેટલાક રાજ્યોમાં ચૂંટણી હારી ગઈ હોવા છતાં, તેણે લડવાની ભાવના કે ઉત્સાહ ગુમાવ્યો નથી. જેથી આ અધિવેશનમાં પાર્ટીને મજબૂત કરવાની ચર્ચા થશે.

આ પણ વાંચો: કોંગ્રેસ અધિવેશનની તૈયારીઓની બેઠકમાં બે નેતાઓ વચ્ચે મારામારી! જાણો શું હતો સમગ્ર વિવાદ…

પાર્ટીની બધી નિમણૂકો મેનિફેસ્ટોને ધ્યાનમાં રાખીને થાય છે

સચિન પાયલટે એવું પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ ઉદયપુરના મેનિફેસ્ટોને સ્વીકાર્યો છે અને તેનું પાલન કરી રહ્યા છીએ. પાર્ટીની બધી નિમણૂકોમાં અમે તે મેનિફેસ્ટોને ધ્યાનમાં રાખી રહ્યા છીએ. પરિવર્તન પોતાની રીતે થઈ રહ્યું છે, ઘણા લોકો હવે નેતૃત્વની ભૂમિકાઓ લઈ રહ્યા છે, પછી ભલે તે સંસદની અંદર હોય કે સંસદની બહાર, રાજ્યોમાં હોય કે AICCમાં નવા લોકોની નિમણૂક હોય, યુવાનો હવે નેતૃત્વની ભૂમિકાઓ લઈ રહ્યા છે.”

કોંગ્રેસ મોટા હોદ્દા પર અન્ય લોકોને તક આપી શકે છે

વધારે વિગતે વાત કરવામાં આવે તો, સચિન પાયલટે એવું પણ કહ્યું કે પાર્ટીમાં હવે પેઢી દર પેઢી પરિવર્તન થઈ રહ્યું છે, પરંતુ તે રાતોરાત નથી આવી જતું તેના માટે સમય લાગે છે. અત્યારે પાર્ટી યુવાનો, મહિલાઓ, અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને લઘુમતિઓની હાલતમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ અધિવેશનમાં આ મુદ્દાને લઈને પણ ચર્ચાઓ થઈ શકે છે. પરંતુ મહત્વની વાત એ છે કે, સચિન પાયલટે કહ્યું કે, પાર્ટીમાં હવે પેઢીગત બદલાવ આવી રહ્યો છે. જેથી કોંગ્રેસ હવે મોટા હોદ્દાઓ પર અન્ય લોકોને તક આપી શકે છે. પરંતુ સાચી વાત તો અધિવેશન બાદ જાણવા મળશે કે આખરે શા માટે આ અધિવેશન મળ્યું હતું? જો કે, આ અધિવેશનને લઈને ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ સારી એવી તૈયારીઓ કરી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button