કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારા કેસમાં 5 આરોપીની હાઇકોર્ટમાં જામીન અરજી; 19 મીએ વધુ સુનાવણી
અમદાવાદ: કોંગ્રેસ ભવન પર કરવામાં આવેલા પથ્થરમારાના કેસમાં કોંગ્રેસના કાર્યકરોની પોલીસે ધરપકડ બાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવ્યાં બાદ તેઓએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે આ અરજીની સુનાવણીને દરમિયાન સરકારી વકીલે સમય માંગતા આ અરજી પર આવતીકાલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
18 મી લોકસભાના પ્રથમ સત્રમાં રાહુલ ગાંધી દ્વારા સંસદમાં હિન્દુ ધર્મ અંગે વિશે કરાયેલી કથિત ટિપ્પણી બાદ ભારે વિવાદ સર્જાયો હતો. આ ટિપ્પણી બાદ 2 જુલાઈના રોજ અમદાવાદના રાજીવ ગાંધી ભવન (કોંગ્રેસ કાર્યાલય) ખાતે બજરંગ દળ અને ભાજપના કાર્યકરો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થિતિ તંગ બની ચૂકી હતી અને ભાજપ, બજરંગ દળ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતા.
આ પણ વાંચો: કોંગ્રસ કાર્યાલયે સ્થિતિ વણસી : આમને સામને પથ્થરમારો કરતાં પોલીસ કર્યો લાઠીચાર્જ
અહી બંને પક્ષો આમને સામને આવી જતાં મામલો વણસ્યો હતો અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ બાદ બંને પક્ષે સામસામે ફરિયાદો નોંધાવી હતી. તો સાથે જ પોલીસે પણ એક ફરિયાદ નોંધી છે. આ બનાવ બાદ ધારાસભ્ય શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલે BNS મુજબ ફરિયાદો નોંધાવી છે. આ ગુનામાં BNSની કલમ 189(2), 191(2), 190, 191(3), 125(b), 121(1) અને 121(2) મુજબ ફરિયાદ નોંધાઈ હતી.
ફરિયાદ સંદર્ભે પોલીસે કોંગ્રેસના 5 કાર્યકરોની ધરપકડ કરીને હતી. જેમાં સંજય બ્રહ્મભટ્ટ, મનીષ ઠાકોર, મુકેશ દંતાણી, વિમલ પાનસરા અને હર્ષ પરમારનો સમાવેશ થાય છે. આ આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તેમને અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે જામીન અરજી મૂકી હતી. આરોપીઓ 3 તારીખથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
આ પણ વાંચો: ‘ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર હુમલો મારી વાત સાચી સાબિત કરે છે’ રાહુલ અને પ્રિયંકાએ ભાજપને ઘેરી
આ બનાવ સંદર્ભે નોંધવામાં આવેલી ફરિયાદમાં કોંગ્રેસના પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ પાંચ આરોપીઓમાં સંજય બ્રહ્મભટ્ટ, મનીષ ઠાકોર, મુકેશ દંતાણી, વિમલ પાનસરા અને હર્ષ પરમારનો સમાવેશ થાય છે. આ આરોપીઓની રિમાન્ડ પૂર્ણ થયા બાદ અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે જામીન અરજી કરી હતી. ત્યાં તેમની અરજી ફગાવ્યાં બાદ તેઓએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી.