અમદાવાદ

સૌરાષ્ટ્રનો પ્રવાસ સુપરફાસ્ટ! ₹153 કરોડના ખર્ચે બગોદરા-ધંધુકા ફોર લેનનું કામ અંતિમ તબક્કામાં, મુસાફરોને મળશે મોટી રાહત

અમદાવાદઃ અમદાવાદથી સૌરાષ્ટ્ર જતા મુસાફરો માટે સારા સમાચાર છે. બગોદરા-ધંધૂકા ફોર લેન હાઇવે ટૂંક સમયમાં તૈયાર થશે. જેનાથી મુસાફરીનો સમય ઘટશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹153 કરોડના ખર્ચે હાથ ધરાયેલો બગોદરા–ફેદરા–ધંધુકા રોડને ફોર-લેન હાઇવેમાં રૂપાંતરિત કરવાનો પ્રોજેક્ટ તેના અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સ્ટેટ હાઇવે પર સમારકામની કામગીરી ઝડપી બનાવાઈ

સૂત્રો મુજબ, એકવાર આ કામગીરી પૂર્ણ થઈ ગયા પછી, અપગ્રેડ કરાયેલો માર્ગ મુસાફરો માટે મુસાફરીનો સમય અને ઇંધણનો વપરાશ નોંધપાત્ર રીતે ઘટાડશે. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગે અમદાવાદ નજીક નુકસાન પામેલા સ્ટેટ હાઇવે પર સમારકામની કામગીરી પણ ઝડપી કરી છે. ઉચ્ચ ગુણવત્તાવાળા ડામરના પેચવર્કનો ઉપયોગ કરીને, વિભાગે નુકસાનગ્રસ્ત અનેક માર્ગોને સફળતાપૂર્વક પૂર્વવત્ કર્યા છે.

અહીં પણ ચાલી રહ્યું છે રિસરફેસિંગનું કામ

ફોર-લેન પ્રોજેક્ટ ઉપરાંત, સાણંદ અને બાવળા તાલુકાઓમાં મુખ્ય માર્ગો પર રિસરફેસિંગનું કામ ચાલી રહ્યું છે. આમાંના એક માર્ગ, સ્ટેટ હાઇવે 144—સાણંદ–બાવળા રોડ—ને મજબૂત કરવાનું મુખ્ય કામ હાથ ધરવામાં આવ્યું છે. આ માર્ગ સાણંદને બાવળા સાથે જોડે છે અને તે સોયલા, પીપન, નાની દેવટી, મોડાસર અને લોદરિયા સહિતના અનેક મહત્વપૂર્ણ ગામો તેમજ સાણંદ અને બાવળા નગરપાલિકાની હદમાં આવેલા મુખ્ય ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારોમાંથી પસાર થાય છે. સૂત્રોએ જણાવ્યું કે, તમામ કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો…બગોદરા – બાવળા હાઇવે ફરી થયો રક્તરંજિત, મોગલધામ નજીક ઈકો કાર પલટતાં એકનું મોત, છ ઘાયલ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button