અમદાવાદટોપ ન્યૂઝ

ગુજરાતીઓના સરેરાશ માસિક ખર્ચમાં 10 ટકાનો વધારો, હૉસ્પિટલ ખર્ચ 20 ટકા વધ્યો

અમદાવાદઃ નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસના સર્વેમાં (national statistics office survey) એક ચોંકવાનારી વાત સામે આવી છે. જે મુજબ ગુજરાતમાં શિક્ષણ, ભોજન સહિતના માસિક ખર્ચમાં વધારો થયો છે. માસિક ભોજન ખર્ચમાં 12 ટકા, શિક્ષણમાં 24 ટકા અને શાકભાજીમાં પણ 22 ટકાનો વધારો થયો છે.

નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસના સર્વેમાં ઘરગથ્થુ વપરાથી ખર્ચ 2023-24 મુજબ, શહેરમાં સરેરાશ માસિક ભોજન ખર્ચ રૂ.3133 અને ગામડામાં રૂ. 2090 છે. જે 2022-23માં અનુક્રમે રૂ. 2780 અને રૂ. 1867 હતો. રાજ્યમાં 2022-23માં શિક્ષણ પાછળ માસિક ખર્ચ રૂ. 2012 હતો, જે 2023-24માં 24 ટકા વધીને રૂ. 265 થયો છે.

ભોજન સિવાયની અન્ય વસ્તુઓ પર ખર્ચ શહેરમાં રૂ.4064 છે અને ગામડામાં રૂ.2099 છે. આ વસ્તુઓમાં પરિવહન, ટેક્સ, વીજ બિલ, પેટ્રોલ, શિક્ષણ, કપડાં વગેરે પર થતો ખર્ચ પણ સામેલ છે. વર્ષ 2024માં ગુજરાતીઓના સરેરાશ માસિક ખર્ચમાં 10 ટકાનો વધારો થયો છે. ગુજરાતના ગામડાં કરતા શહેરોમાં માસિક ખર્ચ 72 ટકા વધુ છે. આ ઉપરાંત હૉસ્પિટલ પાછળ ખર્ચમાં પણ 20 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો…ગુજરાતમાં ભાજપને બળવાનો ડર, આ રીતે ઉમેદવારોને ફોર્મ ભરવા આપી સૂચના

આ ઉપરાત ગામડામાં 2023-24માં માસિક શાકભાજી ખર્ચ 250 રૂપિયા હતો, જે 2023-24માં 23 ટકા વધીને 306 રૂપિયા થયો છે. તેમજ ગામડાંમાં અનાજ પાછળ થતો ખર્ચ વર્ષમાં રૂ. 206થી વધીને રૂ. 275 થયો છે. ફળો પાછળ થતો ખર્ચ રૂ.120થી વધીને રૂ. 137 થયો છે. તેમજ ઠંડા પીણા અને પ્રોસેસડ ફૂડ પાછળ ખર્ચ રૂ. 558થી વધીને રૂ.702 થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button