અમદાવાદ

અમદાવાદ-વડોદરામાં ઓટો રિક્ષામાં મીટર નહિ બેસાડનારાને દંડ રદ કરતી પિટિશન અંગે 20મીએ સુનાવણી…

અમદાવાદઃ અમદાવાદમાં ઓટો રિક્ષામાં મીટર(Rickshaw meter)ફરજિયાત કર્યા બાદ વડોદરામાં પણ તેનો અમલ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યાર બાદ અમદાવાદ અને વડોદરા શહેરના ઓટો રિક્ષા યુનિયનોએ હાઇકોર્ટમાં એક રિટ પિટિશન કરી રિક્ષામાં ફ્લેગ મીટર નહીં લગાડાતા કરવામાં આવતા દંડને રદ કરવાની માગ કરાઈ હતી. આ પિટિશન અંગે સરકારે જવાબ રજૂ કરવા સમય માગતા કેસની વધુ સુનાવણી 20મી જાન્યુઆરીએ મુકરર કરાઈ હતી.

આ પણ વાંચો : વડનગર અને ગુજરાતને નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ કર્યુઃ અમિત શાહ

કિલોમીટર માપવા અલાયદું મીટર હોવું જ જોઈએ

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ અને વડોદરાના રિક્ષા યનિયનોએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને રિક્ષામાં ફલેગ મીટર ન લગાડાતા કરવામાં આવતા દંડને રદ્દ કરવાની માગ કરી હતી. યુનિયન દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કાયદા મુજબ દરેક પ્રકારના પરમિટવાળા ટ્રાન્સપોર્ટ વાહનો જેમાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ટેકસી-મેકસી કેબ, બસ, લકઝરી અને હેવી વાહનોમાં પણ કિલોમીટર માપવા અલાયદું મીટર હોવું જ જોઈએ જે પ્રજા હિતમાં છે. પરંતુ ફકત ઓટોરિક્ષા ચાલકો ઉપર આ કાયદાની અમલવારી અને દંડ રાજ્ય સરકારની ભેદભાવ ભરી નીતિ દર્શાવતી હોવાની દલીલ કરવામાં આવી હતી.

આ રિટની સુનાવણીમાં અરજદાર તરફે રજૂઆત કરાઈ હતી કે રાજ્ય દ્વારા બંધારણના આર્ટિકલ 14 મુજબ સમાનતાના હકનો ભંગ કરવામાં આવી રહ્યો છે. ફક્ત ઓટો રિક્ષાને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. બીજા કોમર્શિયલ પેસેન્જર વાહનોને શા માટે નોટિફિકેશનમાં મીટર લગાવવાથી બાકાત રાખવામાં આવ્યા છે? પૈસા પડાવવા માટે રિક્ષાઓ ટાર્ગેટ છે! કેબ ટેક્સી માટે આવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.

જો બધા કોમર્શિયલ પેસેન્જર વાહનોને મીટર ફરજિયાત કરાય તો અરજદારોને આ જાહેરનામા સામે કોઈ વાંધો નથી. ફ્લેગ મીટર ચકાસતી તોલમાપ શાખા માત્ર અમદાવાદમાં છે. સમગ્ર રાજ્ય માટે આ નિયમની અમલવારી માટે સમય આપવો જોઈએ.

આ પણ વાંચો : મહિલાઓ પુરુષો કરતા બાળકોથી વધારે પરેશાનઃ અભ્યમ હેલ્પલાઈન પર મા-બાપનો મારો

સરકાર અરજદારોની અરજી ઉપર કોર્ટમાં જવાબ રજૂ કરશે

એક જાન્યુઆરી 2025થી રિક્ષાઓમાં મીટરની અમલવારી કરીને જે રિક્ષામાં મીટર ના હોય તેનો પોલીસ દંડ ઉઘરાવી રહી છે. કોર્ટે રિક્ષા યુનિયનોને અત્યારે રાહત આપવા માટે ઇનકાર કર્યો હતો. જો કે નકારાત્મક ઘટનાઓ માટે અરજદાર કોર્ટમાં રજૂઆત કરી શકશે. 20મી જાન્યુઆરી સુધી સરકાર અરજદારોની અરજી ઉપર કોર્ટમાં જવાબ રજૂ કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button