અમદાવાદ

માતૃભાષા પર પ્રહારઃ વર્ગ ૧,૨ની ભરતીમાં ગુજરાતી ભાષાનું વેઇટેજ માત્ર 25% કરાયું

અમદાવાદઃ ભારતમાં ભાષાવાર બોલનાર લોકોની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાતી ભાષા છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. જે ભારતની વસતીના લગભગ ૪.૫ ટકા થવા જાય છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા ૭ કરોડ જેટલી છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વમાં ૨૬મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા તરીકેનું સ્થાન ધરાવે છે.

તાજેતરમાં જી.પી.એસ.સી.ની વર્ગ ૧ અને રની સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી ભાષાને મેરિટમાંથી હટાવી લઈને એમાં ૨૫% ગુણ મેળવી પાસ થવા સુધીનું લઘુતમ ધોરણ જરૂરી ગણવામાં આવ્યું છે. તા. ૩/૩/૨૦૨૫ના ગુજરાત સરકારના Extra Ordinary Gazzetteથી નક્કી કરેલી ગુજરાતી વહીવટી સંવર્ગની વર્ગ ૧ અને ૨ અને ગુજરાત નગરપાલિકા ચીફ ઓફિસરની ભરતી પરીક્ષાઓના નિયમો, ૨૦૨૫ની જોગવાઈઓ મુજબ section IITમાં પેપર નંબર ૧ અને ૨, અનુક્રમે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાનાં બંને પેપરમાં હવે ૩૦૦માંથી માટે ફક્ત ૨૫% મેળવ્યા હશે તો પણ પાસ ગણાશે.

આ પણ વાંચો: Gujarat હાઈકોર્ટમાં માતૃભાષામાં કાર્યવાહીની માગ સાથે વકીલોના ધરણા

આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કો-કન્વીનર , કો-ઓર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું કે,એકબાજુ આ જોગવાઈ કરવાથી હવે ગુજરાતી ભાષાના ગુણ મેરિટમાં નહીં ગણાય, પરિણામે વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પ્રવીણતા મેળવવા તરફ દુર્લક્ષ સેવશે. બીજી બાજુ જે કોઈ જી.પી.એસ.સી.ની વર્ગ ૧ અને રની સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થશે એ ગુજરાતી ભાંગ્યું તૂટ્યું લખતા હશે.

ગુજરાતની સ્થાપના પછી ગુજરાતમાં ૧૯૬૧ની ૧૫મી ફેબ્રુઆરીથી, The Gujarat Official Languages Act અમલમાં છે. આ કાયદાની કલમ ૨ મુજબ ગુજરાત રાજ્યના તમામ સત્તાવાર હેતુઓ માટે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવામાં આવશે. આમ આ બાબતમાં હવે નિયમ અને કાયદો એકબીજાના વિરોધાભાસી બની રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button