કોનો ભરોસો કરવો? મિત્રએ સસ્તા સોનાની લાલચ આપી 31 લાખ પડાવી લીધા

અમદાવાદઃ મોટાભાગની છેતરપિંડી ખોટી વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી અને ખાસ કરીને મોંઘી વસ્તુ સસ્તી લેવાની લાલચમાં થાય છે. વડોદરામાં પણ આવો એક કિસ્સો બહાર આવ્યો છે, જેમાં બજારભાવ કરતા સસ્તી કિંમતનું સોનું ખરીદવામાં એક વ્યક્તિએ રૂ. 31 લાખ ગુમાવ્યા છે અને હવે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર ખાનગી કંપનીમાં કામ કરતા શિવમ ટોકરકર નામના ફરિયાદીની ફરિયાદ અનુસાર તેમની જ કંપનીમાં કામ કરતા તેમના ગ્રુપ લીડર જીતેન્દ્રસિંહ માનકસિંહ રાજપુરોહીતે તેમની સાથે છેતરપિંડી કરી છે. જીતેન્દ્રએ ફેબ્રુઆરી મહિનામાં તોનું ખરીદવાની એક સ્કીમ વિશે જણાવ્યું હતું.
આપણ વાચો: થાણેના વેપારી સાથે 16.82 લાખની છેતરપિંડી: ચાર વિરુદ્ધ ગુનો…
ત્યારબાદ શિવમ અને તેના મિત્રોએ તેમાં રોકાણ કરી વીસ તોલા જેટલું સોનું ખરીદ્યું હતું. માર્ચ મહિનામાં સસ્તા બાવે સોનું આપવાની સ્કીમ જીતેન્દ્રએ આપતા શિવમે રૂ. 11.34 લાખ આપ્યા હતા. આ સાથે જીતેન્દ્રએ અન્ય મિત્ર પરિક્ષિત દેસાઈ પાસેથી પણ રૂ. 32.12 લાખ લીધા હતા. જીતેન્દ્રએ 25 દિવસમાં કુલ 52 તોલા સોનું આપવાની વાત કરી હતી.
ત્યારબાદ તે નોકરી છોડી જતો રહ્યો હતો. હવે તેણે માત્ર રૂ. 12 લાખ જ પાછા આપ્યા હતા, ત્યારે બાકીના રૂ. 31,46,500 લાખ હજુ સુધી પરત ન કર્યા હોવાનું તેણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. આ સાથે ફરિયાદીએ એમ પણ જણાવ્યું હતું કે જીતેન્દ્ર પહેલા હૉમ અપ્લાઈન્સિસ સસ્તા ભાવે આપતો હતો અને આ રીતે તેમે લોકોનો વિશ્વાસ જીત્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.



