રાજ્યમાં આસોમાં જામ્યો અષાઢી માહોલ, સૂત્રાપાડામાં 8 ઇંચ વરસાદ, જાણો 24 કલાકના આંકડા | મુંબઈ સમાચાર
Top Newsઅમદાવાદ

રાજ્યમાં આસોમાં જામ્યો અષાઢી માહોલ, સૂત્રાપાડામાં 8 ઇંચ વરસાદ, જાણો 24 કલાકના આંકડા

અમદાવાદઃ રાજ્યમાં આસો મહિનામાં અષાઢી માહોલ સર્જાયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. કપરાડામાં 4.88 ઇંચ, ઉમરગાંવમાં 4.65 ઇંચ, પાટણ-વેરાવળમાં 4.61 ઇંચ, માંગદરોળ (જૂનાગઢ)માં 4.41 ઇંચ, કોડીનારમાં 4.25 ઇંચ, ઉનામાં 4.17 ઇંચ, અંકલેશ્વરમાં 4.17 ઇંચ, ધરમપુરમાં 4.09 ઇંચ વરસાદ વરસ્યો હતો.

ડેડિયાપાડામાં 3.98 ઇંચ, વિસાવદરમાં 3.86 ઇંચ, તાલાલામાં 3.62 ઇંચ, કલ્યાણપુરમાં 3.50 ઇંચ, ખંભાળીયામાં 3.50 ઇંચ, પારડીમાં 3.31 ઇંચ, વાપીમાં 3.19 ઇંચ, વલસાડમાં 3.19 ઇંચ, ઉમરપાડામાં 3.07 ઇંચ વરસાદ પડ્યો હતો. બાબરામાં 2.95 ઇંચ, ઝઘડીયામાં 2.87 ઇંચ, બગસરામાં 2.83 ઇંચ, દેવગઢબારીયામાં 2.83 ઇંચ, હાંસોટમાં 2.83 ઇંચ, ગીર ગઢડામાં 2.83 ઇંચ, કેશોદમાં 2.80 ઇંચ, અમરેલીમાં 2.80 ઇંચ, મહુવા (ભાવનગર)માં 2.80 ઇંચ વરસાદ નોંધાયો હતો.

120 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ

રાજ્યમાં એક તાલુકામાં 8 ઇંચથી વધારે, 8 તાલુકામાં 4 ઇંચથી વધારે, 9 તાલુકામાં 3 ઇંચથી વધારે, 30 તાલુકામાં 2 ઇંચથી વધારે, 64 તાલુકામાં 1 ઇંચથી વધારે, 120 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગની શું છે આગાહી

હવામાનવિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લામાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે. તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી અને વલસાડમાં અમુક સ્થળોએ ભારેથી ભારે વરસાદ સાથે અમુક અલગ-અલગ સ્થળોએ અત્યંત ભારે વરસાદ પાડવાની સંભાવના છે. છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં અમરેલી અને ભાવનગરમાં પણ અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.

તે ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરામાં અમુક સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ અમુક સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં 40થી 50 પ્રતિ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો…આજે ગુજરાતના અમદાવાદ સહિત ૧૩ જિલ્લામાં ભારે વરસાદની આગાહી; નોરતામાં પડશે ભંગ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button