અમદાવાદ

લોકાર્પણ કાર્યક્રમમાં આમંત્રણ મુદ્દે ધારાસભ્યએ મચાવ્યો હોબાળો! મંત્રીની હાજરીમાં કલેક્ટરની ઝાટકણી કાઢી

અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સતત ચર્ચાના કેન્દ્રમાં રહે છે. ત્યારે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકારી કાર્યક્રમના આમંત્રણ ન મળવા મુદ્દે સ્ટેજ પરથી જ કલેક્ટર અને વિરોધીઓને ધોઈ નાખ્યાં હતા. તેમણે આમંત્રણ ન મળવાની બાબતે કલેક્ટરની પણ ઝાટકણી કાઢી નાખી હતી. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ચૈતર વસાવાએ સ્ટેજ પરથી જ કલેકટર, પ્રાંત અધિકારીને સીધો સવાલ કરીને પૂછ્યું હતું કે હું અહીનો ધારાસભ્ય છું તેમ છતાં કાર્યક્રમમાં મને કેમ આમંત્રણ આપવામાં નહોતું આવ્યું? ખુલાસો કરો. આ દરમિયાન આદિજાતિ વિકાસ પ્રધાન નરેશ પટેલ તેમજ સાંસદ મનસુખ વસાવા પણ સ્ટેજ પર હાજર હતા. ચૈતર વસાવાએ અને તેમનું નહીં પણ તેમની પ્રજાનું અપમાન ગણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આમંત્રણ આપવાથી ચૈતર વસાવા નહિ આવે પણ પણ તેમણે કલેકટરને કહ્યું હતું કે શું તમને કોઇ વાંધો છે મારાથી? તેમણે નરેન્દ્ર મોદીની તાજેતરની મુલાકાતમાં થયેલા ખર્ચાના હિસાબો અંગે વાત કરી વહીવટી તંત્રને ભીંસમાં લીધું હતું. તેમણે કહ્યું હતું કે તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો, આ પ્રજાના ટેક્સના પૈસે બધુ છે. જનતાના ટેક્સના પૈસાનો તમને અને મને પગાર મળે છે, તમે નોકર છો અને હું સેવક છું. આ દરમિયાન કેબિનેટ પ્રધાન નરેશ પટેલ તેમને ઇશારાથી શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

ચૈતર વસાવાએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને સરકારી કાર્યક્રમના આમંત્રણ ન મળવાના મુદ્દે વહીવટી તંત્રની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે પોસ્ટમાં કહ્યું હતું કે, સાગબારા તાલુકાના ચોપડવાવ ગામ ખાતે આદિજાતિ પ્રધાન નરેશ પટેલના હસ્તે એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલના લોકાર્પણનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમા મને રાજકીય કિન્નાખોરી રાખી નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું.

તેમણે આક્ષેપ કર્યો હતો કે પ્રજાના ટેક્સના પૈસાથી ભાજપના નેતાઓએ કરેલા તાયફાઓ અને કૌભાંડોને જનતા સામે લાવું છું. સરકાર અને વહીવટી તંત્ર ને બિન જરૂરી ખર્ચાઓ બાબતે રજુઆત કરુ છું. પ્રજાના ટેક્સના પૈસા પ્રજાના હિતમાં યોગ્ય જગ્યાએ વાપરવા સરકારને ધ્યાન દોરી વહીવટી તંત્રને સૂચનો કરુ છું, જે ભાજપના નેતાઓ અને તંત્ર મેં ગમતું નથી. અગાઉ પણ ચિકદા તાલુકાના શુભારંભ કાર્યક્રમમાં આમંત્રણ નહોતું તેવો આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો…ભરૂચ જિલ્લા કલેક્ટરે લગાવી ગુલાંટ, ચૈતર વસાવા સામે 75 લાખની લાંચના આક્ષેપ મુદ્દે શું કર્યો દાવો ?

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button