
અમદાવાદઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવનાર 37 વર્ષ જુના ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયા કેસમાં આરોપી રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. સુપ્રીમ કોર્ટે તેમને આપવામાં આવેલો 8 દિવસનો મુદત વધારો રદ કર્યા બાદ તેઓ કોર્ટમાં હાજર થયા હતા.
સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહત અપાયા બાદ હટાવી લેવાઈ હતી. ત્યારે 18 સપ્ટેમ્બરે શુક્રવારે ગોંડલની ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ આર. એસ. રાઠોડની કોર્ટમાં અનિરૂધ્ધસિંહ જાડેજા હાજર થયા હતા. જાડેજાના કોર્ટમાં હાજર થતાં જ મોટી સંખ્યામાં તેમના સમર્થકો કોર્ટ પરિસરમાં ઉમટી પડ્યા હતા, જેને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ત્યારે ગોંડલની કોર્ટે અનિરૂદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલ મોકલવા આદેશ કર્યો હતો.
આ પણ વાંચો : પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટે એક સપ્તાહની રાહત આપી
ઉલ્લેખનીય છે કે, 18 સપ્ટેમ્બરના રોજ પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરવાનો અંતિમ દિવસ હતો. જોકે, સુપ્રીમ કોર્ટે તેમને એક અઠવાડિયા માટે સ્ટે આપ્યો હતો, જે પાછળથી હટાવી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બાદ જાડેજાની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગોંડલ શહેર પોલીસ અને રાજકોટ રૂરલ એલસીબી બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો કોર્ટમાં પહોંચી ગયો હતો.
આ કેસ ઉપરાંત અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ અનિરુદ્ધસિંહની ધરપકડ થઈ શકે તેવી અટકળો ચાલી રહી છે, જે આ સમગ્ર મામલાને વધુ સંવેદનશીલ બનાવે છે. આ ઘટનાક્રમ પર સૌની નજર રહેલી છે.
નોંધવા જેવી બાબત છે કે, ગોંડલ ખાતે 15 ઓગસ્ટ 1988 ના સ્વતંત્રતા દિવસે ધ્વજ વંદન કાર્યક્રમમાં ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની હત્યા.કેસમા અનિરુદ્ધસિંહ જાડેજા અને નિલેશકુમારને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા અપીલ કરવામાં આવતાં સુપ્રીમકોર્ટે જન્મટીપની સજા ફટકારી હતી. બાદ અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર એ જેલના એડીજીપી ટી.એસ બીષ્ટને પત્ર લખીને માફી પર મુક્ત કરવાની વિનંતી કરી હતી.
આ પત્રને ધ્યાનમાં લઈને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સ્વ. ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠીયાએ અરજી દાખલ કરીને અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીને પડકારી હતી. હાઇકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની મુક્તિના આદેશને ભૂલભરેલો ગણાવી અને જેલ અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો : અનિરુદ્ધસિંહ જાડેજાની અરજી સુપ્રીમે ફગાવી, હાઇ કોર્ટનો આદેશ સર્વોચ્ચ અદાલતે યથાવત્ રાખ્યો
બાદ સુપ્રીમ કોર્ટમાં આવક અમને પડકારતા સુપ્રીમ કોર્ટે તારીખ 18 સપ્ટેમ્બર સુધીમાં કરવાનો આદેશ આપ્યો હતો. તારીખ 18 સપ્ટેમ્બર ના દિવસે જુનાગઢ જેલમાં અનિરુદ્ધસિંહ થઈ રહ્યા છે તેવી માહિતીના આધારે પોલીસ તેમજ મીડિયાના લોકો સવારથી જુનાગઢ પાસે ગોઠવાઈ ગયા હતા પરંતુ અનિરૂધ્ધસિંહ હાજર થયા નહોતા અને મોડી સાંજે એવી માહિતી મળેલી હતી કે, સુપ્રીમ કોર્ટે સરેન્ડર થવા મુદે એક સપ્તાહની રાહત આપી હતી. જો કે સુપ્રીમ કોર્ટ એક સપ્તાહનું એક્સટેન્શન રદ કરી 19 સપ્ટેમ્બરની રાત સુધીમાં હાજર થઈ જવાનો આદેશ કરતા ફરી અનિરુદ્ધ સિંહને આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી.