અમિત શાહ આ તારીખે કરશે મહાકુંભમાં સ્નાન, ગુજરાતીઓને કુંભદર્શનની કરી અપીલ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદમાં આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ તેમણે સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, 200 થી વધુ સેવા કરનારી સંસ્થાઓ એક મંચ પર ભેગી થઈ છે. આપણા ભારતીય મૂલ્યોને સાચવવાનું કામ આપણી પારિવારિક સંસ્થાએ કર્યું છે. હિન્દુ આધ્યત્મિક સેવાનો સમાજમાં બહુ મોટો ફાળો છે. જે બાદ તેમણે ગુજરાતના સહુ નાગરિકોને કુંભમેળામાં જવા અપીલ કરતા કહ્યું, પ્રયાગરાજમાં 144 વર્ષ પછી યોજાતો મહાકુંભ દુનિયાભરના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. સરકારે કરોડો લોકોના રહેવાની વ્યવસ્થા કરી છે. કરોડો લોકો આસ્થાની ડૂબકી લગાવે છે. આ કુંભને કોઈ રોકી શકતું નથી. કુંભ પોતે જ સમરસતા – એકતાનું પ્રતિક છે. તેમણે યુવાનોને કુંભમાં ખાસ જવા અપીલ કરી હતી. સ્નાનના દિવસે લોકો મોઢું જોયા વિના ગંગામાં ડૂબકી લગાવો. હું 9 કુંભમાં જઈ આવ્યો છું અને હવે 27 જાન્યુઆરીએ 10માં કુંભમાં જઈશ. સૌ ગુજરાતીઓને હું અપીલ કરું છું કે, કુંભમાં જવું જોઈએ ખાસ કરીને યુવાનો અને કિશોરોને કુંભમાં લઈ જવા જોઈએ.
હાલ લોકો ગર્વથી હિન્દુ હોવાનું કહે છે
આ ઉપરાંત અમિત શાહે કહ્યું, ભારતના ધર્મસ્થાનો દુનિયાભરમાં 350 વર્ષ સુધી વધુ ચોરી કરેલી ગુલામીની સ્થિતિમાંથી લઈ ગયેલી આપણી મૂર્તિઓને પાછા લાવવાનો કાર્યક્રમ હોય કે ભારતની સંસ્કૃતિને દુનિયાભરમાં પહોંચાડવાનું ભાજપ સરકારે કર્યું છે. લોકો પહેલા હિન્દુ બોલતા ખચકાતા હતા, હવે ગર્વથી હિન્દુ હોવાનું કહે છે.
अहमदाबाद में हिन्दू आध्यात्मिक एवं सेवा संस्थान द्वारा आयोजित मेले के शुभारंभ कार्यक्रम से लाइव…
— Amit Shah (@AmitShah) January 23, 2025
અમદાવાદ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા આયોજિત મેળાના શુભારંભ કાર્યક્રમથી લાઈવ. https://t.co/Mq51XnVcem
હિન્દુ મેળો લોકહિત કામને ઉજાગર કરે છેઃ મુખ્ય પ્રધાન
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું, ભારતીય સંસ્કૃતિ આસ્થાનો મહિમા કરતો મહાકુંભ પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે. હિન્દુ મેળો અમદાવાદમાં બીજીવાર થઈ રહ્યો છે. હિન્દુ મેળો લોકહિત કામને ઉજાગર કરે છે. હિન્દુ મેળામાં 250થી વધુ સ્ટોલ છે. તેમાં જે વિગતો રજૂ કરવામાં આવી છે તેને જુઓ અને જાણો તેવી વિનંતી છે.
આ પણ વાંચો…ગુજરાત ભાજપના નેતાઓમાં અસંતોષના એંધાણ, પક્ષપલટું નેતાઓએ બળતામાં ઘી હોમ્યું!
શું છે આ હિન્દુ આધ્યાત્મિક મેળાની વિશેષતા
હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં વિભિન્ન સંસ્કૃતિક, ધાર્મિક અને સર્જનાત્મક વિષયોનું સુંદર સમન્વય કરવામાં આવ્યો છે.11 કુંડી સમરસતા યજ્ઞશાળા, 11થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન, 15થી વધારે મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ, કુંભ મેળા દર્શન, ગંગા આરતી, આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગ્રામ આદિ મેળાના મુખ્ય આકર્ષણ છે.