ટ્રમ્પને ઘોળીને પી જઈ અમેરિકાની કંપની સાણંદમાં 3300 કરોડનો ચિપ પ્લાન્ટ નાંખશે | મુંબઈ સમાચાર
અમદાવાદ

ટ્રમ્પને ઘોળીને પી જઈ અમેરિકાની કંપની સાણંદમાં 3300 કરોડનો ચિપ પ્લાન્ટ નાંખશે

અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી વસ્તુઓ પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. અમેરિકાની કંપનીએ ટ્રમ્પના આદેશને ઘોળીને પી ગઈ હતી. કેલિફોર્નિયા સ્થિત ટેક્નોલોજી ફર્મ USTએ ભારતીય સેમિકન્ડક્ટર ઉત્પાદક Kaynes Semicon સાથે સંયુક્ત સાહસની જાહેરાત કરી હતી. આ ભાગીદારી અંતર્ગત ગુજરાતના સાણંદ ખાતે ₹3,330 કરોડના ખર્ચે OSAT (આઉટસોર્સડ સેમિકન્ડકટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ) સુવિધા સ્થાપવામાં આવશે.

નવા ગ્રાહકોને ભારતીય એસેમ્બલી અને ટેસ્ટિંગના લાભો લેવાની તક પૂરી પાડશે

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ રોકાણ ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક વાહનો (EVs), રિન્યુએબલ એનર્જી અને કન્ઝ્યુમર ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં નવીનતા લાવવા માટે UST અને Kaynes Semicon વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે. આ પગલું ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનાવવાની કેન્દ્ર સરકારની પહેલને પણ સમર્થન આપશે. કંપનીના જણાવ્યા મુજબ, UST ની વૈશ્વિક હાજરી અને વર્તમાન સેમિકન્ડક્ટર ગ્રાહકોનો આધાર Kaynes Semicon માટે એક મૂલ્યવાન ભાગીદાર બનાવે છે, જે નવા ગ્રાહકોને ભારતીય એસેમ્બલી અને ટેસ્ટિંગના લાભો લેવાની તક પૂરી પાડશે.

2008માં સ્થપાઈ હતી કંપની

વર્ષ 2008માં સ્થપાયેલી Kaynes Semicon એ Kaynes Technology India Ltd. ની સંપૂર્ણ માલિકીની સેમિકન્ડક્ટર પેટાકંપની તરીકે કાર્યરત છે. આ મહિનાની શરૂઆતમાં થયેલા એક્સચેન્જ ફાઇલિંગ મુજબ, સેમિકન્ડક્ટર પેકેજિંગના વ્યવસાયમાં સહયોગ માટે Kaynes Semicon કંપની US Technology International (UST) ને 27,778 ફરજિયાતપણે કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર્સ (CCPS) ફાળવશે. કન્વર્ટ થયા બાદ આ શેર્સ UST ને કંપનીની 10 ટકા સુધીની શેર મૂડી આપશે.

ફાઇલિંગ અનુસાર, સિક્યોરિટીઝ સબસ્ક્રિપ્શન અને શેરહોલ્ડર્સ એગ્રીમેન્ટ (SSSA) ની સમાપ્તિની તારીખે સંપૂર્ણપણે ડાઇલ્યુટેડ (fully diluted basis) આધારે 5 ટકા શેર મૂડી કન્વર્ટ કરવામાં આવશે. જ્યારે બાકીના 5 ટકા શેર મૂડીનું કન્વર્ઝન પક્ષકારો દ્વારા નક્કી કરાયેલા અને સંમત થયેલા મહેસૂલ-આધારિત માઇલસ્ટોન્સ (revenue-linked milestones) પૂરા કરવાને આધીન રહેશે.

આ પણ વાંચો…દેશની પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચીપનું નામ વિક્રમ રાખવામાં આવ્યું , જાણો વિશેષતાઓ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button