સાવધાન! આબુમાં સેલ્ફી લેવા જતા ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા અમદાવાદના યુવકનું મોત…

અમદાવાદ: ગુજરાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર આબુમાં એક એક દુર્ઘટના સર્જાય હતી. જેમાં અમદાવાદથી આબુ ફરવા ગયેલો એક ગુજરાતી યુવક ઊંડી ખીણમાં પડી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું. મૃતક વિપિન પટેલ મિત્રો સાથે અમદાવાદથી આબુ ફરવા માટે આવ્યો હતો અને આ દરમિયાન આ ઘટના ઘટી હતી.
મળતી વિગતો અનુસાર અમદાવાદથી પોતાના મિત્રો સાથે આબુ ફરવા આવેલા વિપિન પટેલ આબુ-આબુરોડ પર રોડના કિનારે સેલ્ફી લેવા માટે ગયા હતાં અને આ દરમિયાન તેઓ ૩૦૦ ફૂટ જેટલી ઊંડી ખીણમાં પડી ગયા હતાં. આ ઘટના શુક્રવારે રોડની બાજુમાં આવેલા આરણા હનુમાનજી મંદિર પાસે બની હતી. યુવક ખીણમાં પડ્યો હોવાની જાણ થતાની સાથે પોલીસે અને રેસ્ક્યુની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
હાલ વરસાદની ઋતુ હોય પર્વત પર ઉગેલી વનસ્પતિ, લપસણી બની ગયેલી સપાટીને કારણે રેક્સ્યું ટીમને ઘણી સમસ્યા આવી હતી. રેસ્ક્યુ ટીમે ભારે જહેમત ઉઠાવીને યુવકનું રેસ્ક્યુ કર્યું હતું. લોહીલુહાણ હાલતમાં યુવક મળી આવ્યો હતો પરંતુ સારવાર માટે હોસ્પિટલ જતાં સમયે જ તેમનુ મૃત્યુ થયું હતું. હાલ પોલીસે મૃતકના પરિજનોને યુવકના મૃત્યુના સમાચાર આપ્યા છે અને પરિજનો પહોંચ્યા બાદ પોસ્ટમાર્ટમ કરવામાં આવશે.
આ પણ વાંચો…ગુજરાતના ફેવરિટ હિલ સ્ટેશન ‘માઉન્ટ આબુ’નું નામ બદલવા ઉઠી માંગ, જાણો શું છે કારણ!