હાઈફાઈ નવરાત્રિ માટે અમદાવાદ થઈ રહ્યું છે તૈયાર, તમે ખિસ્સા ભરીને રાખજો

હજુ તો ગણેશોત્સવ બાકી છે, પરંતુ અમદાવાદના સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં તમને ડાંડિયા રાસના ક્લાસિસ સાથે નવરાત્રિના પાસની એડવર્ટાઈઝમેન્ટ્સ પણ જોવા મળશે. નવાત્રિ વહેલી નથી આવી ગઈ, પરંતુ નવરાત્રિ ઑર્ગેનાઈઝર્સ પ્રમોશનમાં કોઈ ઢીલ છોડવા માગતા નથી આથી અત્યારથી જ પાસ બુકિંગ સહિતના પ્રમોશન્સ શરૂ કરી દીધા છે.
તમને એ જાણીને પણ નવાઈ લાગશે કે આ વખતે અમદાવાદમાં ગયા વર્ષ કરતા વધારે પ્રિમિટમ ગરબા નાઈટ્સ થવાની છે એટલે તમને ઑપ્શન્સ વધારે મળસે, પરંતુ ખર્ચમાંમ કોઈ ખાસ રાહત મળે તેમ લાગતું નથી.
ગરબા ઑર્ગેનાઈઝર્સની વાત માનીએ તો આ વખતે વન નાઈટ્સ કે 2 નાઈટ્સ ઈવેન્ટ્સનું પ્રમાણ વધારે જોવા મળશે. ગયા વર્ષ કરતા દોઢગણી વધારે ઈવેન્ટ્સ આ વખતે થાય તેવી શક્યતા છે.
જોકે એક દિવસના એક વ્યક્તિના પાસની કિંમત 1000થી ઓછી તો નહીં જ હોય. 1000થી 10,000 સુધીના પાસ અમદાવાદમાં વેચાય છે. ખૂબ જ વિશાળ જગ્યા, ડેકોરેટિવ સ્ટેજ, સિંગર અને બેન્ડ વગેરે પાછળ એક રાતનો ખર્ચ રૂ. એક કરોડ કે તેનાથી પણ વધારે થતો હોવાનું ઈન્ડસ્ટ્રી એક્પર્ટ કહી રહ્યા છે.
પાસ ઉપરાંત પણ ખર્ચા
જેમને ગરબા રમવાનો શોખ છે,તેઓ અત્યારથી જ પૈસા વેરવાનું શરૂ કરી દે છે. પહેલા તેઓ ક્લાસિસ જોઈન કરે છે, ત્યારબાદ નવ દિવસના નવ કોસ્ચ્યુમ્સ, બ્યુટીપાર્લર, હેર સેલોનો ખર્ચ કરે છે. ત્યારબાદ નવ દિવસ ટ્રાન્સપોર્ટેશન અને બહારના ફૂડનો ખર્ચ થાય છે. એક પાસ જ 1000થી 2000નો આવતો હોવાથી મધ્યમવર્ગીય યુવાનો માટે નવરાત્રિ પહેલા બજેટ બનાવી લેવું આવશ્યક બની ગયું છે. નવ દિવસમાં ખિસ્સામાંથી 15-20,000 ખર્ચાતા વાર લાગતી નથી.