અમદાવાદના વસ્ત્રાલમાં ઉત્પાત મચાવનાર 17 જણ પકડાયાંઃ હજુ 2 જણની શોધખોળ…

અમદાવાદઃ ગુજરાતમાં અસમાજિક તત્ત્વોનો આંતક વધી રહ્યો છે, જો કે, તેની સામે ગુજરાત પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે. અમદાવાદ શહેરમાં પણ અસામાજિક તત્ત્વોએ વસ્ત્રાલ વિસ્તારમાં ઉત્પાત મચાવ્યો હતો. નોંધનીય છે કે રામોલ પોલીસે વસ્ત્રાલમાં ધમાલ કરનારા 17 અમાસાજિક તત્ત્વોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ વિસ્તારમાં કરેલી ધમાલના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યાર બાદ પોલીસે ટેક્નોલોજીની મદદથી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.
રામોલમાં બે જૂથના લોકો વચ્ચે થઈ હતી તકરાર
ઘટનાની વાત કરવામાં આવે તો વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોનું ટોળું ધસી આવ્યું હતું અને ઉત્પાત મચાવ્યો હતો. રામોલમાં બે જૂથોના લોકો વચ્ચે ભારે તકરાર થઈ હતી. આ માથાકૂટ થતા જાહેર રોડ પર અસામાજિક તત્વોએ ગાડીઓના કાચ પણ તોડયા હતા અને લોકોને પણ ભયભીત કર્યાં હતા. અસમાજિક તત્વોની માથાકૂટ ઘટનાની જાણ થતાની સાથે જ રામોલ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને આરોપીઓની અટકાયત કરી લીધી હતી. જોકે, કોઈ અંગત અદાવતના કારણે આ બે જૂથ વચ્ચેની બબાલ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો
લાકડી અને તીક્ષ્ણ હથિયારોથી આ તત્વોએ રસ્તાને બાનમાં લઈ લેતા સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસને સમગ્ર બાબતની જાણ થતાની સાથે જ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી. પોલીસે અસમાજિક તત્વોને દબોચવા માટે તેમનું પગેરું મેળવવા પોલીસ ટેક્નોલોજીની મદદ લીધી હતી. તપાસ અને શોધખોળ બાદ કુલ 17 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પંકજ ગોવિંદ ચૌહાણ, અન્ય 1 આરોપી વોન્ટેડ છે તેને શોધવા માટે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.