Ahmedabad માં લોકોને ગરમી મળશે રાહત, કોર્પોરેશને શરૂ કર્યું કૂલ બસ સ્ટોપ…

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં ગરમીનો પારો ઉનાળાની શરૂઆત સાથે જ 40 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યો છે. તેમજ લોકો ગરમીથી રાહત મેળવવા અલગ અલગ પ્રકારના પ્રયાસો કરે છે. જોકે, આ દરમિયાન શહેરમાં એએમટીએસની બસમાં મુસાફરી કરતાં પેસેન્જરો માટે રાહતના સમાચાર છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહિલા હાઉસિંગ ટ્રસ્ટના સહયોગથી ‘કૂલ બસ સ્ટોપ’ સેવા શરૂ કરી છે. તેનો હેતુ બસ સ્ટોપ પર રાહ જોઈ રહેલા મુસાફરોને કાળઝાળ ગરમીથી રાહત આપવાનો છે. અમદાવાદમાં હીટ એક્શન પ્લાન હેઠળ, લાલ દરવાજા ટર્મિનલના પ્લેટફોર્મ નંબર 7 અને 8 પર પહેલો કૂલ બસ સ્ટોપ સ્થાપિત કરવામાં આવ્યું છે. જે તાપમાનમાં 6-7 ડિગ્રીનો ઘટાડો કરવામાં મદદ કરશે.
આ પણ વાંચો : AMC સંચાલિત સ્કૂલોમાં ધો.10 સુધી મળશે ફ્રી શિક્ષણ
કૂલ બસ સ્ટોપ સવારે 11 થી 6 વાગે સુધી કાર્યરત
અમદાવાદમાં શરૂ કરવામાં આવેલો ‘કૂલ બસ સ્ટોપ’ પ્રોજેક્ટ આ એક પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટ છે. જે એસી કરતા ઓછો વીજળીનો વપરાશ કરશે.જ્યારે પાણીનો છંટકાવ સ્પ્રિંકલર સિસ્ટમની મદદથી કરવામાં આવશે જે ઠંડક જાળવી રાખશે. આ કૂલ બસ સ્ટોપ સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે અને દરરોજ 3000 લિટર પાણીનો ઉપયોગ કરશે.આ સિસ્ટમ ધૂળને પણ નિયંત્રિત કરશે અને હવાને સ્વચ્છ બનાવશે.
આ પણ વાંચો : Ahmedabad માં એટીએસ અને ડીઆરઆઈના દરોડામાં બંધ ફ્લેટમાંથી મળ્યું 95. 5 કિલો સોનું અને રોકડ
મુસાફરોને લાભ મળશે
ઉલ્લેખનીય છે કે, લાલ દરવાજા ટર્મિનલ પર દરરોજ હજારો મુસાફરો બસનો ઉપયોગ કરે છે. અમદાવાદના મેયર પ્રતિભા જૈનના જણાવ્યા અનુસાર આગામી સમયમાં અન્ય બસ સ્ટોપ પર પણ આ સુવિધા શરૂ કરવામાં આવશે.