હવે અમદાવાદ મ્યુનિસિપાલિટી સેવન્થ ડે સ્કૂલની જમીનના મામલે કરશે તપાસ | મુંબઈ સમાચાર
અમદાવાદ

હવે અમદાવાદ મ્યુનિસિપાલિટી સેવન્થ ડે સ્કૂલની જમીનના મામલે કરશે તપાસ

અમદાવાદઃ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના હવે તમામ પાસાઓ ચકાસવાનું કામ અમદાવાદ મહાનગપાલિકા (એએમસી)કરશે તેવી માહિતી મળી છે. અહીં એક વિદ્યાર્થીની બીજા વિદ્યાર્થી દ્વારા થયેલી હત્યા અને તેમાં સ્કૂલની બેદરકારી બહાર આવતા લોકોમાં ભારે રોષ છે ત્યારે પાલિકાને હવે સ્કૂલને ભાડાપેટે આપેલી જમીનની ચકાસણી કરવાનું સૂઝી આવ્યું છે.

એએમસીએ સેવન્થ ડે સ્કૂલને આપેલી જગ્યા મામલે આજે એસ્ટેટ કમિટીની બેઠકમાં નિર્ણય થવાની સંભાવના છે. 2001માં આ જગ્યા રૂ. 1ના ભાવે ભાડાપેટે આપી હતી. હવે સ્કૂલ તેની જમીન માપણી અને બાંધકામની ચકાસણી કરશે. અમદાવાદ મ્યું.કોર્પોરેશને 99 વર્ષનાં ભાડા પટ્ટા પર સેવન્થ ડે સ્કૂલને જગ્યા આપી છે, જેમાં અન્ય શરતોનું પાલન થાય છે કે નહીં તે પણ તપાસ થશે, તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

જોકે આ બાબત અને સ્કૂલમાં બનેલી ઘટનાને સીધો સંબંદ નથી. સ્કૂલમાં એક વિદ્યાર્થીઓ આવું અણિદાર હથિયાર લઈને આવતો હતો અને તેણે બીજા વિદ્યાર્થીને આટલી હદે લોહીલૂહાણ કરી નાખ્યો ત્યારે સ્કૂલના સ્ટાફે શું કર્યું. આ સાથે તેને હૉસ્પિટલ પહોંચાડવાની જવાબદારી પણ સ્કૂલે ન લીધી હોવાનો રોષ વાલીઓએ પ્રગટ કર્યો છે. છેલ્લા બે દિવસથી અહીં વાલીઓ હંગામો કરી રહ્યા છે.

મૃતક સિંધી સમાજનો હોવાથી સિંધી સમાજે માર્કેટ સદંતર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે વાલીઓ અને અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ રેલી કાઢી હતી. આ ઘટના બાદ સફાળા જાગેલા શિક્ષણ વિભાગે દરેક સ્કૂલમાં સમયાંતરે બાળકોના બેગ ચેક કરવાની અને તેમાં કોઈ ધારદાર હથિયાર ન હોય તેની ચકાસણી કરવાનો આદેશ પણ આપ્યો છે.

આપણ વાંચો:  પ્રથમ મેમૂ ટ્રેન અને કાર-લોડેડ માલગાડીનો પીએમ મોદી કડીથી શુભારંભ કરાવશે

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button