અમદાવાદ

HMPV પોઝિટિવની માહિતી છુપાવવા બદલ ઓરેન્જ હોસ્પિટલને AMCની નોટિસ

અમદાવાદ: ચીન બાદ ભારતમાં પણ HMPV વાયરસે દેખા દીધી છે. ભારતના ઘણા રાજ્યોમાં તેના કેસ નોંધાયા છે તેરે ગુજરાતમાં પણ તેનો એક કેસ અમદાવાદમાં નોંધાયો છે. અમદાવાદ શહેરના ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં બાળકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યું છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા ચાંદખેડાની ઓરેન્જ હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે.

માહિતી છુપાવવા બદલ નોટિસ
અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઓરેન્જ હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે. હોસ્પિટલમાં ડિસેમ્બર માસમાં એક બાળકને વાયરસ ડિટેક્ટ થયો હોવા છતાં AMCને જાણ કરી ન હતી. આથી AMC દ્વારા નોટિસ પાઠવવામા આવી છે અને હેલ્થ વિભાગને હોસ્પિટલ પર કાર્યવાહી કેમ ન કરવી અને માહિતી છુપાવવા બદલ નોટિસ આપી જવાબ માંગ્યો છે.

26 ડિસેમ્બરના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ઓરેન્જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ 2 મહિનાના બાળકના HMPVના પોઝિટીવ કેસની AMCના આરોગ્ય વિભાગને મોડી જાણ કરવામાં આવતા AMCએ હોસ્પિટલને નોટિસ ફટકારીને ખુલાસો કરવા જણાવ્યું છે. હોસ્પિટલમાં રાજસ્થાનના ડુંગરપૂરથી 24 ડિસેમ્બરના રોજ એક બાળકને દાખલ કરવામાં આવ્યું હતું અને 26 ડિસેમ્બરના રોજ તેમાં વાયરસનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.

આ પણ વાંચો…ઉત્તરાયણ પર્વને પગલે સુરત પોલીસનું જાહેરનામું; નિયમો નહિ પળાય તો થશે કાર્યવાહી

2 દિવસમાં જવાબ રજૂ કરવા સૂચના
આથી HMPV પોઝિટિવની જાણ AMCના આરોગ્ય વિભાગમાં મોડી કરવામાં આવી હતી. આથી AMC દ્વારા અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલને નોટિસ ફટકરવામાં આવી છે. HMPV વાઇરસનો પ્રથમ કેસ નોંધાયા બાદ હોસ્પિટલ દ્વારા 10 દિવસ સુધી તેની જાણ કરવામાં નહોતી આવી. નોટિસમાં 2 દિવસની અંદર હોસ્પિટલ દ્વારા જવાબ રજૂ કરવા કહેવામાં આવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button