અમદાવાદ

ગાંધીનગરમાં આરોગ્યની સ્થિતિ જોઈ અમદાવાદ મનપા પાણીપુરીની લારીઓ પર તૂટી પડી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ગાંધીનગર શહેરમાં ટાઇફોઇડના કેસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (એએમસી)એ મંગળવારે શહેરના પૂર્વ વિસ્તારમાં ત્રણ ઝોનમાં પાણીપુરીના સ્ટોલ અને ઉત્પાદન એકમો પર તપાસ હાથ ધરી હતી. આશરે 152 પાણીપુરીની લારીઓ અને પ્રોડક્શન યુનીટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળતા બદલ 90 ને નોટિસ ફટકારવામાં આવી હતી.

અસ્વચ્છ જણાતાં 544 કિલો ખોરાક અને 428 લિટર પ્રવાહીનો નાશ કરવામાં આવ્યો હતો. 21,000 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે 939 પાણીપુરીની લારીઓને ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પાણીપુરી ખૂબ જ અસ્વચ્છ વિસ્તારોમાં અને ગટરની બાજુમાં બનતી હોય છે. આ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યારબાદ મનપા હરકતમાં આવી હોવાનું કહેવાય છે.

આરોગ્ય વિભાગના અધિકારીઓએ ચેતવણી પણ આપી છે કે જાહેર સલામતી સાથે વારંવાર ચેડા કરનારા ગુનેગારો સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ સાથે આ પ્રકારે પાણીજન્ય રોગ ફેલાવતા જેટલા પણ યુનીટ્સ ધ્યાનમાં આવશે, તેની સામે પણ મનપા કાર્યવાહી કરશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. દરેક લારીવાળાને સ્વચ્છ અને ફિલ્ટર્ડ પાણી વાપરાવની સૂચના પણ આપાવમાં આવી છે. જો સ્વચ્છતા અને હાઈજીનનું ધ્યાન રાખવામાં નિષ્ફળ જશે તે લારીવાળાઓનું લાયસન્સ જપ્ત કરી લેવામાં આવશે, તેમ પણ સૂત્રઓએ જણાવ્યું હતું.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button